૨૬ ફેબ્રુઆરીએ ટ્રાન્સપોર્ટરોના સૂચિત બંધમાં ફામ નહીં જોડાય

16 February, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

૨૬ ફેબ્રુઆરીએ ટ્રાન્સપોર્ટરોના સૂચિત બંધમાં ફામ નહીં જોડાય

ગઈ કાલે ફામના પ્રતિનિધિમંડળે ઇશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકને આવેદન પત્ર આપ્યું હતું

ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)નું પ્રતિનિધિમંડળ ગઈ કાલે ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકને મળ્યું હતું અને તેમને જીએસટી ઍક્ટ તથા ઈ-વે બિલની પ્રક્રિયામાં બદલાવને કારણે ટ્રાન્સપોર્ટર અને વેપારીઓની કફોડી હાલત થશે એ બાબતનું એક આવેદનપત્ર સોંપ્યું હતું. ફામે જણાવ્યા પ્રમાણે આ બદલાવને કારણે ભ્રષ્ટાચાર સાથે ખરાબ પરિસ્થિતિ ઊભી થશે અને ફરી ઇન્સ્પેક્ટર-રાજ જોવા મળશે.

ફામે મનોજ કોટકને વેપારીઓની મીટિંગ ફાઇનૅન્સ મિનિસ્ટર સાથે કરાવી આપવાની વિનંતી કરી હતી જેથી વેપારી અને ટ્રાન્સપોર્ટર્સ મૂંઝવણ અને મુશ્કેલીઓ તેમની સામે મૂકી શકે. ઈશાન મુંબઈના સંસદસભ્યે આ મીટિંગ ગોઠવી આપવાનું આશ્વાસન આપ્યું હોવાનું ફામે જણાવ્યું હતું. એ ઉપરાંત ૨૬ ફેબ્રુઆરીના ટ્રાન્સપોર્ટરના સૂચિત બંધમાં ફામ ભાગ નહીં લે એવી જાહેરાત પણ ગઈ કાલે કરવામાં આવી છે. ફામનું કહેવું છે કે ચર્ચા દ્વારા પૉઝિટિવ રિઝલ્ટ આવી શકે છે એથી અમે દરેક સભ્યોને પોતાની દુકાનો, ઑફિસ, કારખાનાં ચાલુ રાખવાનું આહ્‍વાન કર્યું છે.’   

mumbai mumbai news