ફામે GSTના દરોમાં ફેરફારો કરવાની-પ્રોફેશનલ ટૅક્સની નાબૂદીની કરી માગણી

19 January, 2019 09:20 AM IST  | 

ફામે GSTના દરોમાં ફેરફારો કરવાની-પ્રોફેશનલ ટૅક્સની નાબૂદીની કરી માગણી

ફામે આપ્યું આવેદન પત્ર

ફામ તરફથી મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર પાસે GSTના દરોમાં અને એની પ્રક્રિયામાં હજી ધરખમ ફેરફારોની જરૂર છે એવી માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીના એક રાષ્ટ્ર, એક ટૅક્સના નારા પછી પણ આજે દેશનાં અમુક રાજ્યોમાં પ્રોફેશનલ ટૅક્સ વસૂલ કરવાથી વેપારીઓ અને પ્રોફેશનલ પ્રૅક્ટિસ કરી રહેલા લોકો પર આર્થિક બોજો વધી રહ્યો છે. એની સામે સરકારની આવકમાં એટલો મોટો વધારો થતો નથી. આથી આ પ્રોફેશનલ ટૅક્સને નાબૂદ કરવાની જરૂર પર ફામ તરફથી ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બાબતની રજૂઆત ગઈ કાલે કૅબિનેટ મિનિસ્ટર રાજ પુરોહિત, ફામના પ્રેસિડન્ટ વિનેશ મહેતા, જનરલ સેક્રેટરી આશિષ મહેતા, ટ્રેઝરર ડૉ. ઉત્તમ જૈન, ફામના ટૅક્સ-કન્સલ્ટન્ટ રસેશ દોશી અને અન્ય કાર્યકરોએ સુધીર મુનગંટીવાર સમક્ષ કરી હતી તેમ જ આ માગણી પર નજીકના ભવિષ્યમાં ઞ્લ્વ્ કાઉન્સિલ વિચારણા કરીને સુધારા કરે એ માટે સુધીર મુનગંટીવારને એક આવેદનપત્ર ફામ તરફથી આપવામાં આવ્યું હતું.

આ માહિતી આપતાં ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા આવેદનપત્રમાં સુધીર મુનગંટીવાર પાસે અનેક પ્રોડક્ટ્સમાં હજી GSTના દરોમાં ફેરફાર કરવાની જરૂર છે એ બાબતની રજૂઆત કરી છે. એનો ચાર્ટ પણ અમે અમારા આવેદનપત્ર સાથે તેમને બનાવીને આપ્યો છે. આ સિવાય GSTના અમલીકરણ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર, એક ટૅક્સની વાત કરી હતી. એ અંતર્ગત અમે દેશનાં અમુક રાજ્યોમાં જ પ્રોફેશનલ ટૅક્સ વસૂલ કરવામાં આવે છે એને નાબૂદ કરવાની ગઈ કાલની અમારી બેઠકમાં માગણી કરી હતી. ઞ્લ્વ્ આવ્યા પછી હજી વિવિધ ટૅક્સ વેપારીઓ પાસેથી વસૂલ કરવાથી વેપારીઓ પર બહુ મોટો આર્થિક બોજો આવે છે એટલું જ નહીં, આની અનેક ક્ષેત્રો પર પણ અસર પડી રહી છે. સરકારને પણ આ ટૅક્સથી કોઈ મોટી આવક થતી નથી. આથી પ્રોફેશનલ ટૅક્સની નાબૂદી ખૂબ જ જરૂરી છે.’

આ પણ વાંચોઃ મરોલની BMC મૅટરનિટી હૉસ્પિટલમાં મેટ્રોના કામને લીધે પેશન્ટ્સના જીવ જોખમમાં

સ્ટીલ અને લોખંડબજારના વેપારીઓને આજે પણ તેમના ગોડાઉનમાં રહેલા સ્ટૉક અને એ સ્ટૉકના થતા એકથી વધુ સોદા પર હજી સુધી સરકાર તરફથી ઈ વે બિલ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સંદર્ભમાં વિનેશ મહેતાએ કહ્યું હતું કે ‘અમે ઈ વે બિલના અમલીકરણના પહેલા દિવસથી જ સ્ટીલ અને લોખંડબજારના વેપારીઓની મૂંઝવણની સરકાર અને રાજ્યના ઞ્લ્વ્ કમિશનર સમક્ષ રજૂઆત કરવા છતાં આ બાબતની કોઈ જ સ્પષ્ટતા થતી નથી. ગઈ કાલે અમે નાણાપ્રધાનને આ મુદ્દે સરકાર ગંભીરતાપૂર્વક વિચારીને વેપારીઓની મૂંઝવણ દૂર કરે એવી માગણી પણ કરી હતી.’

mumbai