ફાલ્ગુનીની નવરાત્રિને લોકોનો જબરદસ્ત રિસ્પૉન્સ

23 October, 2012 03:26 AM IST  | 

ફાલ્ગુનીની નવરાત્રિને લોકોનો જબરદસ્ત રિસ્પૉન્સ


આ ગ્રુપમાં કામ કરતા આર્ટિસ્ટો કહે છે કે મુંબઈમાં પર્ફોર્મ કરવાની ઘણી મજા આવે છે. લોકો ફાલ્ગુની પાઠકના ગરબા અને ગીતોના તાલે જે રીતે નાચે છે અને રમે છે એ જોવાની મજા પડી જાય છે.

આ નવરાત્રિના એક આયોજક રાજ સૂરિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી નવરાત્રિ સુપરહિટ બની છે. દાંડિયાક્વીન અમારી સાથે હોવાથી અમે દિલથી ખર્ચ કર્યો છે અને અહીં આવનારા ખેલૈયાઓને માત્ર ફાલ્ગુની પાઠકના સ્વરમાં ગવાતાં ગીતો અને ગરબા પર રમવા મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ફાલ્ગુની સ્ટેજ પર હોય છે અને તે છવાઈ જાય છે. લોકો મંત્રમુગ્ધ બનીને ગરબાનો આનંદ માણે છે. અમે તેમની સાથે પહેલી વાર કામ કરી રહ્યા હોવાથી તેઓ પણ અમને ખૂબ સર્પોટ કરે છે અને જરૂર હોય ત્યારે યોગ્ય સલાહસૂચન પણ કરે છે. ગઈ કાલે તેણે રથમાં બેસીને એન્ટ્રી મારી હતી ત્યારે લોકો દંગ થઈ ગયા હતા.’

મુંબઈમાં ક્યાંક-ક્યાંક વરસાદની રિમઝિમ

બે દિવસથી વાદળિયા વાતાવરણને પગલે ગઈ કાલે રાત્રે સાડાનવ વાગ્યા પછી મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં રિમઝિમ વરસાદ વરસ્યો હતો, પરંતુ આ વરસાદની માત્રા ઘણી ઓછી હતી. નવરાત્રિમાં રમી રહેલા ખેલૈયાઓને પણ અમી છાંટણાં જેવા વરસાદમાં રમવાની મજા પડી ગઈ હતી. ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબમાં દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક પણ સ્ટેજ પર વરસતા વરસાદમાં છત્રી લઈને ગાતાં-ગાતાં ઝૂમી ઊઠી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં માત્ર રસ્તા ભીના થાય એટલો જ વરસાદ પડ્યો હતો. કોલાબા વેધર બ્યુરોએ કહ્યું હતું કે હળવા વરસાદની આગાહી હતી.