મીરા-ભાઈંદરના વિધાનસભ્યના નામે ફેક મેસેજ વાઇરલ થયો

12 July, 2020 12:23 PM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા-ભાઈંદરના વિધાનસભ્યના નામે ફેક મેસેજ વાઇરલ થયો

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર પાસેથી મહાનગરપાલિકાને પેશન્ટદીઠ દોઢ લાખ રૂપિયા મળતા હોવાથી આરોગ્ય વિભાગ આ રૂપિયા મેળવવા માટે કોરોનાના દરદીઓની જબરદસ્તી કોવિડ-19 ટેસ્ટ કરતા હોવાથી તેમનાથી સાવધાન રહેવાનો એક ઑડિયો-મેસેજ મીરા-ભાઈંદરમાં વાઇરલ થયો છે. આ ઑડિયો વિધાનસભ્ય ગીતા જૈનનો હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે ગીતા જૈને ખુલાસો કરવાની સાથે પોતાની બદનામી કરતો ઑડિયો વાઇરલ કરવા બાબતે પોલીસ-ફરિયાદ નોંધાવીને તપાસ કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મીરા-ભાઈંદરમાં ગઈ કાલથી વિધાનસભ્ય ગીતા જૈનના નામે એક ઑડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ લોકોને કોરોનાને નામે લૂંટ ચલાવી રહેલા આરોગ્ય વિભાગના ડૉક્ટરોથી સાવધાન રહેવાની ચેતવણી આપતાં હોવાનું જણાય છે. ઑડિયોમાં અવાજ ગીતા જૈનને મળતો આવતો હોવાથી મોટા ભાગના લોકો સાચું માની રહ્યા છે.
વિધાનસભ્ય ગીતા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા નામે લોકોના જીવ સાથે આવી રમત યોગ્ય નથી. ખુલાસો કરવાની સાથે મેં પોલીસમાં જેણે પણ આ ઑડિયો બનાવીને વાઇરલ કર્યો છે એની તપાસ કરવાની માગણી કરતી ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.’

mira road bhayander mumbai mumbai news