સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો 11 પૉઇન્ટનો મેસેજ મુંબઈ પોલીસનો નથી

01 July, 2020 11:28 AM IST  |  Mumbai | Mumbai correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો 11 પૉઇન્ટનો મેસેજ મુંબઈ પોલીસનો નથી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને ડામવા મુંબઈ પોલીસે મુંબઈગરાઓ માટે બે કિલોમીટરની અંદર જ રહેવા સહિત અન્ય સૂચનોવાળી ૧૧ પૉઇન્ટની ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી હોવાનો મેસેજ મુંબઈગરાઓમાં વૉટ્સઍપ પર અને સોશ્યલ મીડિયાના અન્ય પ્લૅટફૉર્મ પર વાઇરલ થયો હતો. જોકે મુંબઈ પોલીસે આ બાબતે તેમના ટ્વિટર હેન્ડલ પર ખુલાસો કર્યો છે કે એ ૧૧ પૉઇન્ટની ગાઇડલાઇન તેમના દ્વારા ઇશ્યુ કરાઈ નથી, એથી એ મેસેજ ફૉર્વર્ડ કરવો નહીં.

એ ગાઇડલાઇન્સમાં એમ કહેવાયું હતું કે અસેન્શિયલ વસ્તુઓની દુકાનો સવારના ૯થી સાંજના પાંચ દરમિયાન જ ખુલ્લી રહેશે. એ લેવા જતી વખતે પણ પરિવારની એક જ વ્યક્તિ જઈ શકશે. વસ્તુ ખરીદતી વખતે પાંચ ફૂટનું ડિસ્ટન્સ રાખવું પડશે. સોસાયટી કમ્પાઉન્ડમાં પણ વૉક કરી નહીં શકાય. મુંબઈ પોલીસે આ મેસેજ નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે જો તમારી પાસે આ મેસેજ આવ્યો હોય તો એ ખોટો છે. કોઈને ફૉર્વર્ડ કરતા નહીં. સત્તા વાર રીતે જે કહેવામાં આવે એને જ અનુસરવું.

coronavirus covid19 mumbai news mumbai police twitter mumbai