કલ્યાણ-લોકમાન્ય ટિળક ટર્મિનસ પર CR દ્વારા બૅગ-સ્કૅનિંગની સુવિધા

20 November, 2020 09:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કલ્યાણ-લોકમાન્ય ટિળક ટર્મિનસ પર CR દ્વારા બૅગ-સ્કૅનિંગની સુવિધા

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેએ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને રેલવેના પ્રવાસીઓ અને રેલવે-કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ઉપક્રમ હાથ ધર્યા છે. એ અનુસાર મુંબઈ મંડળ પર NINFRIS નીતિ અનુસાર એક નવો ઉપક્રમ હાથ ધરાયો છે જેમાં સેન્ટ્રલ રેલવેના કલ્યાણ અને લોકમાન્ય ટિળક ટર્મિનસથી પ્રવાસ કરતી વખતે વાઇસરથી સુરક્ષિત રહેવાના હેતુએ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પર પ્રવાસ દરમ્યાન કોરોના વાઇરસ સહિત પ્રવાસીઓને કોઈ પણ પ્રકારના કીટાણુઓથી સુરક્ષિત રાખવાના હેતુથી પ્રવાસીઓના બૅગેજને સૅનિટાઇઝિંગ અને રૅપિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે.

આ અલ્ટ્રાવાઇલેટ રેઝ સૅનિટાઇઝિંગની સુવિધા પ્રવાસીઓની સુરક્ષા માટે ખૂબ જરૂરી હોવાથી એની કિંમત ઓછી રાખવામાં આવી છે. પહેલાં આ સુવિધા સીએસએમટી પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પ્રવાસીઓના સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ સુવિધા કલ્યાણ અને લોકમાન્ય ટિળક ટર્મિનસ પર પણ શરૂ કરાઈ છે. બૅગની સાઇઝના આધારે સૅનિટાઇઝરની કિંમત આધાર રાખે છે તેમ જ રેપિંગના ૬૦, ૭૦ અને ૮૦ રૂપિયા રખાયા છે. આ સુવિધા હાલમાં સીએસએમટી સ્ટેશને છે અને પ્રવાસીઓના પ્રતિસાદ બાદ દાદર, થાણે, કલ્યાણ, લોકમાન્ય ટિળક ટર્મિનસ અને પનવેલ સ્ટેશને રાખવામાં આવશે. આ યોજના હેઠળ રેલવેને એક સ્ટેશનના પ્રતિ વર્ષ લગભગ ૩૮.૪૦ લાખ રૂપિયા મળશે.

mumbai mumbai news central railway indian railways kalyan lokmanya tilak terminus