બોરીવલીમાં બનાવટી પોલીસ ગુજરાતીનાં ૬૦,૦૦૦નાં ઘરેણાં પડાવી ગયો

19 August, 2012 04:45 AM IST  | 

બોરીવલીમાં બનાવટી પોલીસ ગુજરાતીનાં ૬૦,૦૦૦નાં ઘરેણાં પડાવી ગયો

બોરીવલી પોલીસે આપેલી માહિતી મુજબ ‘ધ્રુમિલ સંઘવી બોરીવલી (વેસ્ટ)ના હરિદાસ રોડ પર આવેલા સત્યસાંઈ કુટિર બિલ્ડિંગમાં રહે છે. ધ્રુમિલની ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની એજન્સી છે. ગઈ કાલે સવારે ૧૧.૪૦ વાગ્યે તે ઑફિસથી ઘરે જમવા જઈ રહ્યો હતો એ વખતે ચામુંડા સકર્લ પાસે સિવિલ ડ્રેસમાં સજ્જ્ એક પોલીસ-ઑફિસરે તેને અટકાવ્યો હતો અને તેની ચેકિંગ કરી હતી. ચેકિંગ કરતી વખતે તેણે ધ્રુમિલે પહેરેલી સોનાની ચેઇન, પેન્ડન્ટ અને વીંટી કાઢવા કહ્યું હતું. ધ્રુમિલે તેનાં સોનાનાં ઘરેણાં કાઢીને પોલીસ-ઑફિસરને આપી દીધાં હતાં. દરમ્યાન પોલીસ-અધિકારીએ તેને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં આવીને ઘરેણાં પાછાં લઈ જવા કહ્યું હતું અને ત્યાંથી નાસી ગયો હતો.’