આત્મહત્યા માટે એક્સ્ટ્રા-મેરિટલ અફેરને દોષ ન અપાય?

24 October, 2020 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આત્મહત્યા માટે એક્સ્ટ્રા-મેરિટલ અફેરને દોષ ન અપાય?

પ્રતીકાત્મક તસવીર

એક આરોપીને વચગાળાની જામિન આપતા બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ ઉશ્કેરીકરણમાં આવીને આત્મહત્યા કરે તો એસ્સ્ટ્રા-મેરિટલ અફેરને જવાબદાર ગણી શકાય નહીં.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં આવેલા રિપોર્ટ મુજબ જસ્ટીસ સંદિપ શિંદેએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટે 2011માં એમ મોહનના કેસમાં ઉશ્કેરીકરણ બાબતે અવલોકન કર્યું હતું. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે અને જો આરોપીએ આત્મહત્યા કરાવવા માટે કોઈ ઉશ્કેરીકરણ ન કર્યું હોય અથવા અન્ય કોઈ પ્રયાસ ન કર્યો હોય તો તે દોષી કહેવાય નહીં.

આર્કિટેક અશોકભાઈ ગંગર (46)ની વચગાળાની જામિન મંજૂર કરતા જજે કહ્યું કે, એક્સ્ટ્રા મેરિટલ અફેર એ અન્ય વ્યક્તિના આત્મહત્યા પાછળનું ‘પૉઝિટિવ એક્ટ’ કહેવાય નહીં.

ગંગર અને મૃતકની પત્નીની ફરિયાદ બદલાપુર ઈસ્ટના પોલીસ સ્ટેશનમાં થઈ હતી. મૃતક વ્યક્તિના પિતાએ કરેલી ફરિયાદમાં કહ્યું કે, ગંગર અને વહુ વચ્ચેના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લીધે મારા પુત્રએ આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટમાં તેણે આ બાબત જણાવી હતી.

8 ઑક્ટોબરના રોજ કલ્યાણની એડિશનલ સેશન કોર્ટે જામિન રદ કરતા ગંગરે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સેશન કોર્ટે અરજી રદ કરી કારણ કે ગંગરે અરજીમાં જે સરનામું આપ્યું તેમાં ગડબડ હતી તેમ જ ગંગરનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો નહોતો, જેથી મેસેજીસ રિકવર થઈ શક્યા નહોતા.

હાઈ કોર્ટે ગંગરને તેનો મોબાઈલ સુપરત કરવાની સાથે તે હાલ કયા સરનામામાં રહે છે જેની માહિતી આપવાનો પણ આદેશ આપ્યો છે.

bombay high court mumbai