મુંબઈના ભૂતપૂર્વ શેરિફ ને જાણીતા સમાજસેવક નાના ચુડાસમાનું મૃત્યુ

24 December, 2018 10:11 PM IST  | 

મુંબઈના ભૂતપૂર્વ શેરિફ ને જાણીતા સમાજસેવક નાના ચુડાસમાનું મૃત્યુ

સામાજિક ક્ષેત્રે તેમના યોગદાન બદલ નાના ચુડાસમાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા


ગુજરાતના સૌરાષ્ટ્રમાં જન્મેલા નાના ચુડાસમા ખાનગી કંપનીમાં નોકરી બાદ સમાજસેવાના કામમાં જોડાયા હતા. તેમણે સ્થાપેલું ફ્ઞ્બ્ જાયન્ટ્સ ઇન્ટરનૅશનલ દેશનાં અનેક શહેરોમાં તેમ જ વિદેશોમાં પણ સક્રિયપણે કાર્યરત છે. નાના ચુડાસમા ‘આઇ લવ મુંબઈ’, નૅશનલ કિડની ફાઉન્ડેશન અને ફોરમ અગેઇન્સ્ટ ડ્રગ્સ ઍન્ડ એઇડ્સ જેવાં અલગ-અલગ NGOના માધ્યમથી સમાજસેવાનાં કાર્યો કરતા હતા.

નાના ચુડાસમા રોજના અગત્યના મુદ્દાઓ પરના તેમના ટચૂકડા સંદેશાઓ અને ટિપ્પણીઓ માટે જાણીતા હતા. આ સંદેશાઓ કે ટિપ્પણીઓ દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવ પરના લોકપ્રિય પીત્ઝા જૉઇન્ટ પરના બૅનર પર ડિસ્પ્લે કરવામાં આવતાં હતાં. સામાજિક ક્ષેત્રે તેમના યોગદાન બદલ નાના ચુડાસમાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

નાના ચુડાસમાનાં પુત્રી શાયના ગ્થ્ભ્નાં પ્રવક્તા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ગવર્નર સી. વિદ્યાસાગર રાવે નાના ચુડાસમાના નિધન બદલ દિલગીરી વ્યક્ત કરીને મુંબઈમાં સામાજિક અને સાંસ્કૃતિક પહેલ બદલ તેમની પ્રસંશા કરી હતી.

નાના ચુડાસમા અનેક ફ્ઞ્બ્ના માધ્યમથી શહેરના નાગરિકો સાથે જોડાયેલા હતા અને તેઓ હંમેશાં ફ્ઞ્બ્ની તમામ પ્રવૃત્તિઓને ટેકો આપતા હતા. મરીન ડ્રાઇવ પરનું મેસેજ-ર્બોડ તેમના વ્યક્તિત્વનો આયનો હતો એમ ફડણવીસે કહ્યું હતું.

ગવર્નર વિદ્યાસાગર રાવે કહ્યું હતું કે ‘મુંબઈના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં નાના ચુડાસમાનો મહત્વનો ફાળો હતો. તેઓ સ્વચ્છ અને હરિત મુંબઈના અગ્રણી સમર્થક તેમ જ દેશની આર્થિક રાજધાની મુંબઈના જાગૃત નાગરિક રહ્યા હતા. ‘આઇ લવ મુંબઈ’ પહેલ દ્વારા નાના ચુડાસમાએ પ્લાન્ટ-શો, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મરીન ડ્રાઇવ પરના તેમના પ્રખ્યાત બૅનર દ્વારા તેઓ જાહેર જીવનના વિરોધાભાસ અને રાજકારણ વિશે રમૂજી શૈલીમાં ટિપ્પણી કરવા માટે જાણીતા હતા. ફ્ઞ્બ્ જાયન્ટ્સ ઇન્ટરનૅશનલના સ્થાપક તરીકે તેમણે અનેક ક્ષેત્રોમાં સમાજસેવા કરી હતી. તેમના નિધનથી મુંબઈએ એક જાગૃત નાગરિક ગુમાવ્યો છે.’

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાના ચુડાસમાને અંજલિ આપતાં કહ્યું હતું કે મુંબઈના ભૂતપૂર્વ શેરિફ અને જાયન્ટ્સ ઇન્ટરનૅશનલ નામની વૈશ્વિક સંસ્થાના સ્થાપક નાના ચુડાસમાના મૃત્યુને લીધે મુંબઈના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે ઝંખતું એક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.