અંતે ભાઈંદરની સ્કૂલના દરેક ધોરણના વિદ્યાર્થીને રિઝલ્ટ મળી ગયું

17 September, 2020 12:44 PM IST  |  Mumbai | Mumbai correspondent

અંતે ભાઈંદરની સ્કૂલના દરેક ધોરણના વિદ્યાર્થીને રિઝલ્ટ મળી ગયું

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-વેસ્ટમાં ૯૦ ફીટ રોડ પર આવેલી એસ. એલ. પોરવાલ ઇંગ્લિશ ‌મીડિયમ હાઈ સ્કૂલમાં પેરન્ટ્સના આક્ષેપ પ્રમાણે આ વર્ષની ફી ભરો તો જ ગયા વર્ષનું ‌‌રિઝલ્ટ મળશે એવું સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હોવાથી એ મામલે પેરન્ટ્સ દ્વારા સખત વિરોધ દાખવામાં આવ્યો હતો. આ વિશે ‘મિડ-ડે’એ પેરન્ટ્સનો મુદ્દો સ્કૂલના ટ્રસ્ટી આગળ મૂકતાં તેમણે રિપોર્ટ-કાર્ડ આપવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. એ અનુસાર નવમા ધોરણના વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલીને રિપોર્ટ-કાર્ડ લેવા બોલાવ્યા હતા. એથી અન્ય ધોરણના વિદ્યાર્થીઓ રિપોર્ટ-કાર્ડ ક્યારે મળશે એ ચિંતામાં હતા. જોકે હવે દરેક ધોરણના વિદ્યાર્થીને આ વર્ષની ફી લીધા વગર જ ગયા વર્ષનું રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે. ‘મિડ-ડે’એ કરેલી આ મદદ બદલ પેરન્ટ્સ દ્વારા વિશેષ ધન્યવાદ કરવામાં આવ્યું છે.
સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના પેરન્ટ્સે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નવમા ધોરણનું ૨૦૧૯-’૨૦ના વર્ષનું રિઝલ્ટ પહેલાં અપાયું હતું એથી અમને ક્યારે અપાશે એ ચિંતા થવા લાગી હતી, પરંતુ ‘મિડ-ડે’એ ઇનિશેટિવ લીધો હોવાથી દરેક ધોરણના વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે, જેથી અમે રાહત અનુભવી છે.’

mumbai bhayander mumbai news