મુંબઈ મહાપાલિકાના દરેક કર્મચારીને ફ્રી વૅક્સિનેશનના ત્રણ અવસર અપાશે

17 February, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મહાપાલિકાના દરેક કર્મચારીને ફ્રી વૅક્સિનેશનના ત્રણ અવસર અપાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાના દરેક કર્મચારીને વિનામૂલ્ય કોવિડ-19 વૅક્સિન લેવાના ત્રણ અવસર આપવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોવિડ-19 વૅક્સિનેશનની પ્રક્રિયા સરળતાથી પાર પડે તેની વ્યવસ્થા સંભાળવા માટે રચાયેલા ટાસ્ક ફોર્સની મીટિંગમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા પ્રમાણે પાલિકાના પ્રત્યેક કર્મચારીનું નામ ત્રણ વખત યાદીમાં મુકાશે. જો એ કર્મચારી ત્રણમાંથી એકપણ વખત રસી મુકાવવા નહીં જાય તો તેનું નામ યાદીમાંથી હટાવવામાં આવશે.

હાલમાં કોરોના વૅક્સિનેશનના પ્રથમ તબક્કામાં હેલ્થ-વર્કર્સ અને ફ્રન્ટલાઇન-વર્કર્સને રસી આપવામાં આવે છે. અૅડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ પાલિકાના દરેક વિભાગને તેમના કર્મચારીઓને વૅક્સિન ઉપલબ્ધ કરાવવા તેમની રીતે અલગ આયોજન કરવાની સૂચનાઓ આપી છે. એ ઉપરાંત પાલિકાના તંત્રે દરેક વિભાગના વડાને તેઓ કોરોના વૅક્સિન લેતા હોય એવી તસવીર તેમના વૉટ્સઅૅપ ગ્રુપમાં શૅર કરવાની પણ સૂચના આપી છે.  

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporatio