Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ

18 January, 2021 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ

તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઇ સમીર ખાનને મુંબઇની કિલા કૉર્ટે 14 દિવસ સુધીની ન્યાયિક અટકાયતમાં મોકલ્યા છે. સમીરની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 200 કિલો ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ એનસીબીએ મુંબઇની કેટલીય જગ્યાઓ પર છાપેમારી પણ કરી હતી. સમીર ખાનની ગઈકાલે રાતે એનસીબીએ 10 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. સમીર પર ડ્રગ પેડલર કરણ સજનાની સાથે ડ્રગ્સના બિઝનેસમાં સામેલ હોવાનો આરોપ હતો.

જમાઇના ડ્રગ સિંડિકેટમાં સામેલ હોવાની શંકા?
NCBની તપાસમાં ખબર પડી હતી કે સમીર ખાન ડ્રગ પેડલર કરણ સજનાની ટ્રક સિંડિકેટમાં સક્રીય સભ્ય તરીકે કામ કરતા હતા. તપાસમાં એ પણ ખબર પડી છે કે સમીર કરનને ફંડિંગ કરતા હતા. હાલ એનસીબીએ સમીર ખાનનું મોબાઇલ જપ્ત કર્યું છે અને તેને ફૉરેન્સિક તપાસ માટે પણ મોકલી દેવામાં આવશે. સમીર ખાનની ધરપકડ બાદ એનસીબીએ મુંબઇમાં અનેક જગ્યાએ છાપેમારી પણ કરી છે. એનસીબીએ આ મામલે પહેલા જ રાહિલા ફર્નીચરવાલા, કરન સજનાની, શાહિસ્તા ફર્નીચરવાલા અને રાજકુમાર તિવારીની ધરપકડ કરી હતી.

કાયદાથી ઉપર કંઇ નથી
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ બાદ મલિકે ટ્વીટ કરતા જણાવ્યું કે કાયદાથી ઉપર કંઇ જ નથી. ટૂંક સમયમાં જ આની હકીકત બધા સામે આવશે. દેશની ન્યાય વ્યવસ્થા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.

ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઇ સમીર ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. એનસીબીએ બુધવારે સમીર ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઇમાં એનસીબીની રેઇડ
નવાબ મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ મુંબઇમાં અનેક જગ્યાએ છાપેમારી કરી. સમીર ખાનના ઘરે એનસીબીએ છાપેમારી કરી હતી. મુંબઇ ડ્રગ્સ મામલે હજી વધુ ધરપકડ થવાની શક્યતા છે.

mumbai mumbai news