હવે મોનોરેલમાં પણ એસ્કેલેટર્સ ગોઠવાશે

04 November, 2014 03:22 AM IST  | 

હવે મોનોરેલમાં પણ એસ્કેલેટર્સ ગોઠવાશે



આ સ્ટેશનોમાં ચેમ્બુર, વી. એન. પુરવ માર્ગ, ફર્ટિલાઇઝર કૉલોની, ભારત પેટ્રોલિયમ, મૈસૂર કૉલોની, ભક્તિ પાર્ક અને વડાલા ડેપોનો સમાવેશ છે.

પ્રવાસીઓની ઓછી સંખ્યાને લીધે રોજ સરેરાશ એક લાખ રૂપિયાની ખોટ સહન કરતી મોનોરેલનો બીજો તબક્કો પૂરો થયા પછી એમાં પ્રવાસીઓ વધવાની શક્યતા દર્શાવવામાં આવે છે. વડાલાથી જેકબ સર્કલ સુધીના બીજા તબક્કાનું ૧૦.૨૪ કિલોમીટરના માર્ગનું કામ ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવે છે. ૨૪૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારા આ બીજા મોનોરેલ રૂટમાં ગુરુ તેગ બહાદુર નગર, ઍન્ટૉપ હિલ, આચાર્ય અત્રે નગર, વડાલા પુલ, નાયગાંવ, આંબેડકર નગર, મિન્ટ કૉલોની, કરી રોડ અને જેકબ સર્કલ સ્ટેશનો રહેશે.