અલીબાગ બીચ પર લુપ્ત પ્રજાતિના દુર્લભ પક્ષી ગ્રેટ નોટ

30 November, 2020 09:40 AM IST  |  Alibaug | Gujarati Mid-day Correspondent

અલીબાગ બીચ પર લુપ્ત પ્રજાતિના દુર્લભ પક્ષી ગ્રેટ નોટ

ગ્રેટ નોટ

ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈના એક પક્ષીપ્રેમીએ અલીબાગના અકશી બીચ પર પગમાં રેડિયો ટેગ ધરાવતા ગ્રેટ નોટ પક્ષીને જોયું હતું. એમ જણાયું હતું કે આ પક્ષી ચીનથી અલીબાગ પહોંચ્યું હતું. ૨૬ ઑગસ્ટે ચીનના યાલુજિયાંગમાં બા કિંગ્ક્વાન દ્વારા પક્ષીને ટેગ લગાવવામાં આવ્યું હતું. ગ્રેટ નોટ પ્રજાતિના પક્ષીઓને આઇયુસીએન દ્વારા લુપ્ત થતી પ્રજાતિની યાદીમાં મૂકવામાં આવ્યું છે, જે પૂર્વોત્તર રશિયા, દરિયાઈ ઑસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ભારત, બંગલા દેશ, પાકિસ્તાન અને પૂર્વી અરબી દ્વીપકલ્પ જેવા વિસ્તારોમાં વહેંચાયેલું છે. આ પક્ષીઓ જોવાં ઘણાં જ દુર્લભ છે.

mumbai mumbai news alibaug