ઑફિસ મોડા પહોંચનાર મંત્રાલયના કર્મચારીઓનો પગાર કપાશે

04 January, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફિસ મોડા પહોંચનાર મંત્રાલયના કર્મચારીઓનો પગાર કપાશે

ફાઈલ તસવીર

મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના વહીવટી મુખ્ય મથક મંત્રાલયના કર્મચારીઓ માટે તાજેતરમાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જે મુજબ મહિનામાં બે કે એથી વધુ વખત મોડા પડનાર કર્મચારીઓએ સખત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જે પગાર કે રજામાં કાપના સ્વરૂપમાં હોઈ શકે છે.

ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખે જારી કરાયેલા આ સર્ક્યુલર મુજબ મંત્રાલયમાં કર્મચારીઓ માટે કામ પર હાજર થવાનો સમય સવારે ૯.૪૫ વાગ્યાનો છે. જોકે તેમને ૬૦ મિનિટની છૂટ આપવામાં આવે છે. એથી મોડા હાજર રહેનારા કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કાપવામાં આવશે, એમ આ સર્ક્યુલરમાં જણાવાયું છે. મંત્રાલયના અમલદારો સહિત જે કર્મચારીઓ ૧૦.૪૫થી ૧૨.૧૫ વાગ્યા વચ્ચે ફરજ પર હાજર થશે તેમણે ઑફિસના કામના કલાકો પછી એક કલાક ઓવરટાઇમ કરવાનો રહેશે.  મહિનામાં બે કરતાં વધુ વાર મોડી હાજરી નોંધાવનારા કર્મચારીની કૅઝ્યુઅલ લીવ કાપવામાં આવશે અને જો લીવ બાકી નહીં હોય તો તેમની અર્જિત કરાયેલી લીવ કાપી લેવામાં આવશે, એમ પણ આ સર્ક્યુલરમાં જણાવાયું હતું. બધી જ લીવ ખતમ થઈ ગયા બાદ તેમનો એક દિવસનો પગાર કાપવામાં આવશે, એમ આ સર્ક્યુલરમાં જણાવાયું છે.

mumbai mumbai news