મુંબઈઃકિરીટ સોમૈયાનું હવે પાકું થતું લાગી રહ્યું છે

31 March, 2019 12:35 PM IST  |  મુંબઈ

મુંબઈઃકિરીટ સોમૈયાનું હવે પાકું થતું લાગી રહ્યું છે

સાંસદ કિરીટ સોમૈયા (ફાઈલ ફોટો)

ઈશાન મુંબઈની લોકસભાના ઉમેદવારના મુદ્દે શિવસેના-ભાજપા નેતાઓ વચ્ચે ચાલી રહેલાં વિરોધી નિવેદનો બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સાંસદ કિરીટ સોમૈયાનો પક્ષ લેતાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આ સીટ માટે સોમૈયાના નામનો વિચાર કરવા માટે કહ્યું હતું.

ઈશાન મુંબઈની લોકસભાની સીટ પર ભાજપ-શિવસેનાના કાર્યકરો વચ્ચે સંઘર્ષનો અંત લાવવા માટે ફડણવીસે માત્ર કિરીટ સામૈયાના નામ પર વિચારણા કરવાની વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ ભાજપ છોડવાનો નિર્ણય તેમણે ઘણા સમય પહેલાં લેવો જોઈતો હતોઃસોનાક્ષી સિંહા

ઈશાન મુંબઈની લોકસભાની સીટના પ્રભારી રાજ્યના ગૃહનર્મિાણ પ્રધાન પ્રકાશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પ્રભારી તરીકે મારી ફરજ શરૂ કરી દીધી છે અને પ્રચારકાર્ય પૂરું જોશમાં શરૂ છે. પાર્ટી જેનું પણ નામ ફાઇનલ કરશે અમે તેનું કામ કરવા તૈયાર છીએ.’ ઉમેદવારનું નામ જાહેર હજી સુધી નથી એ વિશે મહેતાએ કહ્યુ હતું કે ‘શિવસેનાના કાર્યકરોના વિરોધને કારણે નામ જાહેર નથી થયું એ કોઈ મદ્દો નથી. ટૂંક સમયમાં નામ જાહેર થઈ જશે.’

Election 2019 kirit somaiya mumbai news bharatiya janata party