28 June, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, રાજકીય ગુરુ આનંદ દિઘે
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેની ૪૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે. થાણેના શિવાજી મેદાનમાં ક્લૉક ટાવરના રિનોવેશન માટેના ભૂમિપૂજનના કાર્યક્રમમાં એકનાથ શિંદેએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જ પરિસરમાં થાણેના લોકપ્રિય નેતા આનંદ દિઘેની પ્રતિમા મૂકવામાં આવશે તેમ જ લોકો માટે અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૧૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘દિઘેસાહેબની વાત હોય તો કોઈ ફન્ડની કમી નહીં થાય. હું તેમના કારણે જ મુખ્ય પ્રધાન બન્યો છું.’