શિંદે સરકારમાં સામેલ 18 મંત્રી, BJPના 9 : 40 દિવસ પછી થયું કેબિનેટ વિસ્તરણ

09 August, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકનાથ શિંદેના જૂથમાંથી પણ એટલા જ વિધેયકોએ શપથ લીધા છે. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા અને પછી બીજા નંબરે ભાજપના સીનિયર નેતા સુધીર મુનગંટીવારે શપથ ગ્રહણ કર્યાં.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું 40 દિવસની રાહ જોયા બાદ કેબિનેટ વિસ્તરણ થઈ ગયું છે. ભાજપના ક્વૉટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેના જૂથમાંથી પણ એટલા જ વિધેયકોએ શપથ લીધા છે. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા અને પછી બીજા નંબરે ભાજપના સીનિયર નેતા સુધીર મુનગંટીવારે શપથ ગ્રહણ કર્યાં.

ત્યાર બાદ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પછી વિજય કુમાર ગાવિતે પદ તેમજ ગોપનીયતાના શપથ લીધા. ભગત સિંહ કોશ્યારીએ કુલ 18 વિધેયકોને મંત્રી પદની શપથ અપાવી છે, જેમાં ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટિલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, રવીન્દ્ર ચવ્હાણ, અબ્દુલ સત્તાર સામેલ છે.

આ સિવાય એકનાથ શિંદે જૂથના પ્રવક્તા રહી ચૂકેલા દીપક કેસરકર અને અતુલ સાવે, શંભૂરાજ દેસી અને મંગળપ્રભાતે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. ગાલ એ સ્પષ્ટ નથી કે કયા નેતાને કયો વિભાગ આપવામાં આવશે, પણ ચર્ચા છે કે ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને હોમ મિનિસ્ટ્રી મળી શકે છે. આ સિવાય પણ અનેક મહત્વના મંત્રાલય ભાજના ખાતામાં જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે ભાજના વિધેયકોની બેઠક થઈ હતી. આ સિવાય એકનાથ શિંદે જૂથના વિઘેયકોની પણ મીટિંગ થઈ હતી.

Mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis