એજાઝ લાકડાવાલાની પુત્રી:પપ્પા દુનિયા માટે ક્રિમિનલ,મારા માટે જેન્ટલમૅન

26 February, 2020 03:25 PM IST  |  Mumbai | Faizan Khan

એજાઝ લાકડાવાલાની પુત્રી:પપ્પા દુનિયા માટે ક્રિમિનલ,મારા માટે જેન્ટલમૅન

પુત્રી શિફા અડવાણી અને એજાઝ લાકડાવાલા

એક વર્ષની બાળકી સાથે ભાગીને નેપાલ જતા રહેવાના પ્રયાસનો આરોપ મુકાયો છે એ ગૅન્ગસ્ટર એજાઝ લાકડાવાલાની પુત્રી શિફા અડવાણીએ કહ્યું હતું કે દુનિયાની નજરે ગુનેગાર એવા પિતાને પોતે સજ્જન વ્યક્તિ રૂપે ઓ‍ળખે છે. ખોટા દસ્તાવેજોને આધારે પાસપોર્ટ પર પ્રવાસ બદલ પકડાયેલી શિફા અડવાણી ૨૦૦૫ના એક ખંડણીના કેસમાં પણ સંડોવાયેલી છે. શિફાએ પિતાની ગુનેગારીની ઓળખ અને એમના ગુના માટે પોતે કિંમત ચૂકવવી પડી હોવાનું જણાવ્યું હતું.

શિફાએ જણાવ્યું હતું કે ‘મારા માતા-પિતાએ મારા રક્ષણ માટે મને ‘સોનિયા અડવાણી’ નામ આપ્યું હતું. મારી પાસે બધા દસ્તાવેજો છે. મેં કોઈ બનાવટી દસ્તાવેજો બનાવ્યા નથી. હું કાયદાને અનુસરતી નાગરિક છું. મને ખંડણીના રૅકેટ સાથે કઈં સંબંધ નહીં હોવાનું પોલીસને સમજાયું એ માટે હું એમની આભારી છું. પહેલેથી હું એ વાત કહેતી હતી, પરંતુ કોઈ સાંભળતું નહોતું. પોલીસને મારા મોબાઇલ ફોન્સમાંથી કંઈ ન મળ્યું. બે મહિનામાં હું જે માનસિક યાતનામાંથી પસાર થઈ એ કહી શકું એમ નથી. મારા સાસરિયાં મારી પડખે રહ્યા છે. મારા લગ્નના શરૂઆતના દિવસોમાં હું મારા પિતાની ખરી ઓ‍ળખ છુપાવતી હતી. જોકે દુનિયા માટે મારા પિતા ગુનેગાર હશે, પરંતુ મારે માટે તેઓ જેન્ટલમૅન છે.’

Crime News mumbai mumbai crime news mumbai crime branch faizan khan