01 June, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાઉદ ઈબ્રાહિમ રિયલ અને રીલ તસવીર - ફાઈલ તસવીર
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય આતંકવાદી-અંડરવર્લ્ડ નેટવર્કનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને મુંબઈના અંડરવર્લ્ડ વચ્ચેના સીધા કનેક્શનનો પર્દાફાશ થયો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંડરવર્લ્ડ ડોન અને ડી-કંપનીનો સરગના દાઉદ ઈબ્રાહિમ તાજેતરમાં રિલીઝ થયેલી અને વિશ્વભરમાં સુપરડૂપર હિટ રહેલી ફિલ્મ `ધુરંધર`થી ભારે નારાજ છે. ફિલ્મમાં દાઉદને મળતા આવતા `બડે સાહબ` નામના પાત્રને બીમારીની હાલતમાં, પલંગ પર ખૂબ જ નબળો અને લાચાર બતાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફિલ્મના ક્લાઈમેક્સમાં આ પાત્રને તેના અંજામ સુધી પહોંચાડી દેવાનો દાવો પણ કરાયો છે. આ ફિલ્મથી સમગ્ર `ડી કંપની`માં ભારે રોષ છે. અંડરવર્લ્ડમાં અને ખંડણીના કેસોમાં ડી-કંપનીનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે, તેથી દાઉદ પોતાની પૂરી તાકાતથી એ સાબિત કરવા માંગે છે કે તે હજુ જીવતો છે અને તેનું વર્ચસ્વ કાયમ છે. આ માટે તે ISIની મદદથી ભારતમાં કોઈ મોટા હુમલા અથવા કોઈ વગદાર વ્યક્તિ (VIP) ને નિશાન બનાવવાની ફિરાકમાં હતો.
ફિલ્મની સફળતા બાદ જ `ડી કંપની`એ મુંબઈમાં પોતાનું ગ્રાઉન્ડ નેટવર્ક એક્ટિવ કરવાનું શરૂ કરી દીધું હતું:
ખાસ નોંધવાની વાત છે કે મુન્ના ઝિંગાડા એ જ ગુનેગાર છે જેણે વર્ષ 2000માં બેંગકોકમાં દાઉદના કહેવા પર અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ કાવતરા માટે મુંબઈથી પસંદ કરાયેલા સ્થાનિક એજન્ટો અને ગુર્ગાઓને અસલી કારણ (દાઉદની નારાજગી) જણાવવામાં આવ્યું ન હતું. તેને બદલે, તેમનું મગજ ભડકાવવા માટે એવું જૂઠું બોલાયું કે આ બાંદ્રા ગરીબ નગરમાં ગેરકાયદેસર મસ્જિદ પર થયેલી બુલડોઝરની કાર્યવાહીનો બદલો છે. વાસ્તવમાં, 20 અને 21 મેના રોજ રેલ્વે પ્રશાસને બાંદ્રા ઈસ્ટમાં રેલ્વેની જમીન પરનું અતિક્રમણ હટાવ્યું હતું, જેમાં આ ગેરકાયદે મસ્જિદ પણ સામેલ હતી. તે સમયે ત્યાં પથ્થરમારો પણ થયો હતો, જેમાં 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આતંકવાદીઓનો પ્લાન આ અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન અને તે પછી તૈનાત કરાયેલા મુંબઈ પોલીસ, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) ના જવાનો તેમજ હિન્દુ સમુદાયના લોકો પર ગ્રેનેડ હુમલો અને અંધાધૂંધ ગોળીબાર કરવાનો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે મસ્જિદ તોડતા પહેલા અને પછી, હેન્ડલર્સના આદેશ પર ઓપરેટિવ્સે બાંદ્રા ઈસ્ટ વિસ્તારની વિગતવાર રેકી (દેખરેખ) કરી હતી. મુંબઈ પોલીસની તૈનાતીના વીડિયો અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાન અને દુબઈ બેઠેલા આકાઓને મોકલવામાં આવ્યા હતા. આ સિવાય આરોપીઓએ દાદર રેલ્વે સ્ટેશનની બહાર આવેલા ભીડભાડવાળા `સબ્જી મંડી બ્રિજ` (શાકભાજી માર્કેટ) અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓની પણ રેકી કરીને તેમને સંભવિત ટાર્ગેટ તરીકે ચિહ્નિત કર્યા હતા.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સમયસર કાર્યવાહી કરીને આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે:
દિલ્હી પોલીસે આ તમામ વિગતો મુંબઈ પોલીસ સાથે શેર કરી છે. હાલ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ આ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સ્થાનિક ઓપરેટિવ્સ અને સ્લીપર સેલ્સને નેસ્તનાબૂદ કરવા માટે સમાંતર તપાસ તેજ કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.