કૉન્સ્ટેબલની પત્નીના આમરણાંત ઉપવાસ

16 December, 2020 10:26 AM IST  |  Mumbai | Diwakar Sharma

કૉન્સ્ટેબલની પત્નીના આમરણાંત ઉપવાસ

યશશ્રી પાટીલ (નારંગી સાડીમાં) મંગળવારે તેના સમર્થકો સાથે આઝાદ મેદાનમાં

મુંબઈ પોલીસના એક કૉન્સ્ટેબલની પત્નીએ તેના પતિની ૮ કલાકની શિફ્ટ અને અન્ય સુવિધાઓની માગણી મંજૂર ન થતાં એના વિરોધમાં મંગળવારે આઝાદ મેદાનમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. કૉન્સ્ટેબલ પ્રમોદ પાટીલ લોકલ આર્મ્સ–4 સાથે સંકળાયેલો હતો. પાટીલની પત્ની યશશ્રી મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ પટની સંઘની પ્રમુખ છે.

માર્ચ, ૨૦૧૬માં યશશ્રીએ કામગીરીના સ્થળની બહેતર સ્થિતિ માટે અભિયાન ચલાવતાં ૯ ડિસેમ્બરે પાટીલને ફરજ પરથી ઉતારી મુકાયો છે.

૨૦૧૬માં જ્યારે હું આમરણાંત ઉપવાસ પર ઊતરી ત્યારે મારા પતિએ અમારી ત્રણ વર્ષની પુત્રીનું વિરોધના સ્થળે ધ્યાન રાખવા માટે રજા લીધી હતી. પુત્રી સાથેનો તેમનો ફોટો સ્થાનિક માધ્યમોમાં પ્રકાશિત થયો હતો, જેને પગલે ઉપરી અધિકારીઓ અને સરકારે તેને ટાર્ગેટ કર્યો હતો એમ યશશ્રીએ જણાવ્યું હતું.

યશશ્રી બહેતર કાર્ય-સ્થળ અને ૮ કલાકની શિફ્ટની માગણી માટે અભિયાન ચલાવી રહી હોવાથી તેના પતિને નિશાન બનાવાઈ રહ્યાનો તેણે આક્ષેપ કર્યો છે.

કૉન્સ્ટેબલ્સ વાઇવ્ઝ અસોસિએશનના વિરોધના મામલે ૨૦૧૮માં પાટીલને સસ્પેન્ડ કરી દેવાયો હતો અને આ વર્ષે જાન્યુઆરીમાં તેને ફરી નોકરીએ રાખવામાં આવ્યો હતો.

કફ પરેડ પોલીસ-સ્ટેશનના એક કૉન્સ્ટેબલે જણાવ્યું હતું કે મહામારી દરમ્યાન કમિશનર ઑફ પોલીસ પરમબીર સિંહે કૉન્સ્ટેબલોને ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરવા અને ૨૪ કલાકનો આરામ કરવા જણાવ્યું હતું, પણ શહેરનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો આદેશનું પાલન નથી કરી રહ્યા.

અન્ય એક કૉન્સ્ટેબલે જણાવ્યું હતું કે ઑપરેટર અને એસપીઆઇના ડ્રાઇવર પાસે ૮ કલાક કામ કરાવાય છે, તો અમારી સાથે આવો સાવકો વ્યવહાર શા માટે?

પાટીલને ફરજ પરથી ઉતારી મુકાતાં મુંબઈ પોલીસના ઘણા કૉન્સ્ટેબલોએ ચુપકીદી સાધી છે.

mumbai mumbai news mumbai police azad maidan diwakar sharma