ફીના મુદ્દે વિરોધ કરી રહેલા વાલીઓને એજ્યુકેશન મિનિસ્ટર ન મળ્યાં

18 February, 2021 01:21 PM IST  |  Mumbai | Mid-day Correspondent

ફીના મુદ્દે વિરોધ કરી રહેલા વાલીઓને એજ્યુકેશન મિનિસ્ટર ન મળ્યાં

વર્ષા ગાયકવાડ

લૉકડાઉનમાં સ્કૂલો ફિઝિકલી બંધ હતી, પરંતુ અનલૉક થયા બાદ પણ ઑનલાઇન શિક્ષણ જ આપવામાં આવી રહ્યું છે ત્યારે અનેક સ્કૂલો દ્વારા ટ્યુશન-ફી ઉપરાંત વધારાની લાઇબ્રેરી-ફી, લૅબોરેટરી-ફી, સ્પોર્ટ્સ-ફી અને અન્ય ઍક્ટિવિટીની ફી લેવામાં આવી રહી છે એનો વિરોધ કરવા ગઈ કાલે ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશન નામની સંસ્થાના વડપણ હેઠળ આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાંજ સુધી આંદોલન કર્યા બાદ પણ કોઈ પરિણામ ન આવતાં સાંજે વાલીઓ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડને મળીને તેમનું નિવેદન આપવા માગતા હતા, પણ તેઓ હાજર ન હોવાથી તેમના સ્ટાફે આવેદનપત્ર લીધું હતું. આ રીતે ગઈ કાલના આંદોલનનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

જોકે આ બાબતે ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશનના જયંત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો વાંધો એટલો જ છે કે સ્કૂલો દ્વારા અન્ય ઍક્ટિવિટીના નામે જે ફી લેવાય છે એ ન લેવામાં આવે. આ ઉપરાંત જે ટ્યુશન-ફી લે છે એમાં પણ માત્ર ૫૦ ટકા જ ફી સ્કૂલ દ્વારા લેવામાં આવે, કારણ કે હાલ સ્કૂલો બંધ છે અને લાઇબ્રેરી, સાયન્સ લૅબ, સ્પોર્ટ્સ જેવી બધી જ પ્રવૃત્તિઓ પણ બંધ છે એટલે એ ફી ન લેવી જોઈએ.’

mumbai mumbai news lockdown coronavirus