મની લૉન્ડરિંગ મામલે શિવસેના નેતા સંજય રાઉતને EDના સમન્સ

27 June, 2022 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ પહેલાથી જ મની લૉન્ડ્રિંગ મામલે અટકમાં છે. હવે રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

સંજય રાઉત (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રમાં ચાલતા રાજનૈતિક સંકટ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે. શિંદે ગ્રુપ પર સતત નિશાનો સાધતા શિવસેના સાંસદને સોમવારે પ્રવર્તન નિદેશાલયે સમન પાઠવ્યા છે અને કાલે હાજર થવા કહ્યું છે. ઇડીની અને મની લૉન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જણાવવાનું કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ પહેલાથી જ મની લૉન્ડ્રિંગ મામલે અટકમાં છે. હવે રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

જણાવવાનું કે શિવસેના પર નિયંત્રણને લઈને ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર વિધેયક એકનાથ શિંદે વચ્ચે ખેંચતાણ દરમિયાન પાર્ટીના નેતા સંજય રાઉતે શનિવારે બળવાખોર વિધેયકોને વિધાનસભાની સભ્યતા છોડીને નવેસરથી ચૂંટણીનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે જે પાછા આવવા માગે છે, તેમની માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે. તેમણે આશા વ્યક્તિ કરી કે શિવસેના, રાકૉંપા અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર હાલ સંકટમાંથી બહાર નીકળી જશે.

રાઉતે પત્રકારોને કહ્યું હતું, "વિદ્રોહિઓને મારી ખુલ્લી ચેતવણી છે કે તે રાજીનામું આપશે અને પોતાના મતદાતાઓ પાસેથી નવેસરથી જનાદેશ માગ્યા. ભૂતકાળમાં છગન ભુજબળ, નારાયણ રાણે અને તેમના સમર્થકોએ અન્ય દળોમાં સામેલ થવા માટે શિવસેના વિધેયકો તરીકે રાજીનામું આપ્યું હતું. અહીં સુધી કે મધ્ય પ્રદેશમાં (કેન્દ્રીય મંત્રી) જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ (માર્ચ 2020માં) કૉંગ્રેસ વિધેયકો તરીકે રાજીનામું આપી દીધું હતું."

તેમણે કહ્યું હતું કે શિવસેના નેતા અને કાર્યકર્તા તૈયાર છે અને નેતૃત્વના સંકેતની રાહ જોઈ રહ્યા છે. તેમણે સંકેત આપ્યા છે કે પાર્ટી વિદ્રોહિઓને જવાબ આપવા માટે તૈયાર છે. આ પહેલા, તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આખરે ક્યાં સુધી તે આસામના ગુવાહાટીમાં `છુપાયેલા` રહેશે, આખરે તેમણે `ચોપાટી` આવવું જ પડશે.

શિવસેના સાંસદ રાઉતે ટ્વીટ કર્યું હતું, "ક્યાં સુધી છુપાશે ગુવાહાટીમાં, આવવું પડશે ચોપાટીમાં". દક્ષિણ મુંબઈમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય), વિધાન ભવન, રાજભવન અને મુખ્યમંત્રીનો ઑફિશિયલ બંગલો `વર્ષા` સહિત પ્રમુખ સરકારી પ્રતિષ્ઠાન ગિરગામ સમુદ્ર તટ નજીકના વિસ્તારમાં આવે છે, જેને ગિરગાંવ ચોપાટી પણ કહેવામાં આવે છે.

maharashtra sanjay raut Mumbai mumbai news