મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને મની લોન્ડરિંગ કેસમાં EDએ પાઠવી નોટિસ, જાણો વિગત

03 July, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિવૃત્તિના માત્ર ત્રણ જ દિવસ બાદ EDએ તેમને નોટિસ મોકલી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે. તસવીર સૌજન્ય: એએનઆઈ

ત્રણ દિવસ પહેલાં પોલીસ દળમાંથી નિવૃત્ત થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 5 જુલાઈએ સંજય પાંડેને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. સંજય પાંડે 30 જૂને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિના માત્ર ત્રણ જ દિવસ બાદ EDએ તેમને નોટિસ મોકલી છે.

સંજય પાંડે જ્યારે ડીજી હતા ત્યારે તેમણે પરમબીર સિંહ પર અનિલ દેશમુખ સામેથી ખસી જવા દબાણ કર્યું હતું. NSE સર્વર કંપરાઇઝ કેસમાં પણ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે. રામકૃષ્ણ કેસમાં એક ઓડિટ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જે સંજય પાંડેની માલિકીની હતી. બંને કેસમાં સંજય પાંડેને ED દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એવું કહેવાય છે કે આ કેસમાં ED સંજય પાંડે સામે કાર્યવાહી કરી શકે છે.

mumbai mumbai news mumbai police ed directorate of enforcement