મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો, CBIની FIRનો આધાર

11 May, 2021 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રવર્તન નિદેશાલયે સીબીઆઇની એફઆઇઆરના આધારે કેસ નોંધ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ઇડીના સૂત્રોના હવાલે માહિતી આપી છે.

અનિલ દેશમુખ (ફાઇલ ફોટો)

EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. પ્રવર્તન નિદેશાલયે સીબીઆઇની એફઆઇઆરના આધારે કેસ નોંધ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ઇડીના સૂત્રોના હવાલે માહિતી આપી છે.

આ પહેલા બૉમ્બે HCએ ભ્રષ્ટાચારને મામલે સીબીઆઇની એફઆઇઆરને પડકાર આપનારી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ  મત્રી અનિલ દેશમુખની અરજી કોર્ટે ફગાવી દીધી છે. હાઇ કૉર્ટે અનિલ દેશમુખને નિર્દેશ આપ્યા હતા કે જો જરૂર પડી તો તેમના કેસની તાત્કાલિકતાને આધારે હાઇકૉર્ટની વેકેશન બેન્ચને સ્થળાંતરિત કરવામાં આવશે.

જણાવવાનું કકે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ દોઢ મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્રમાં આરોપ મૂક્યો હતો કે અનિલ દેશમુખે જ મુંબઇ પોલીસના નિલંબિત અધિકારી સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટારગેટ આપ્યો હતો.

અનિલ દેશમુખે આરોપોની ના પાડી હતી. પણ બૉમ્બે હાઇ કૉર્ટ તરફથી સીબીઆઇ તપાસના આદેશ પછી દેશમુખના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તે હાલ સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે. આ બધા મામલાની શરૂઆત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલા વિસ્ફોટકવાળી કારથી શરૂ થયો. આ મામલે મુંબઇના એપીઆઇ સચિન વાઝેનું નામ સામે આવ્યા પછી વિવાદ વધતો ગયો. 

mumbai Mumbai news maharashtra anil deshmukh