ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની સ્થાપના કરવી હોય તો સિદ્ધિવિનાયક પહોંચો

21 August, 2012 04:59 AM IST  | 

ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની સ્થાપના કરવી હોય તો સિદ્ધિવિનાયક પહોંચો

સુધરાઈની અપીલને પગલે ગણેશભક્તોને પર્યાવરણને અનુરૂપ શાડુ માટીની મૂર્તિ ક્યાં મળશે એવો પ્રશ્ન સતાવી રહ્યો હોય તો તેમણે સીધા પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચી જવું.

 

શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ અને નર્મિલજ્યોત ધર્માર્થ ન્યાસ દ્વારા સંયુક્ત રીતે શાડૂ માટીની બનેલી ગણેશમૂર્તિઓનું એક પ્રદર્શન પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ૩૧ ઑગસ્ટ સુધી યોજવામાં આવ્યું છે. સવારના ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ગણેશભક્તો અહીં ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની પસંદગી કરીને ગણેશોત્સવ માટે બુક કરી શકશે. પેણની બનેલી સુપ્રસિદ્ધ ગણેશમૂર્તિઓ અહીં પ્રદર્શનમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સુધરાઈ સહિત મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળના સહકારથી યોજવામાં આવેલું આ પ્રદર્શન અગાઉ ૨૪ એપ્રિલથી ૧ મે દરમ્યાન પણ રાખવામાં આવ્યું હતું. એ સમયે લગભગ ૧૨૦૦ ગણેશમૂર્તિની નોંધણી ગણેશભક્તોએ ઍડ્વાન્સમાં કરી હતી. આ વિશેની વધુ માહિતી