ચૂંટણીપંચની ટીમે મહારાષ્ટ્રમાંથી ૧૧ કરોડ રૂપિયાથી વધુની કૅશ જપ્ત કરી

10 October, 2014 06:04 AM IST  | 

ચૂંટણીપંચની ટીમે મહારાષ્ટ્રમાંથી ૧૧ કરોડ રૂપિયાથી વધુની કૅશ જપ્ત કરી



ચૂંટણીપંચે નિયુક્ત કરેલી ફ્લાઇંગ સ્ક્વૉડ્સે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે એવાં રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદારોને રીઝવવા માટે લાવવામાં આવેલા રોકડા રૂપિયા અને ગેરકાયદે દારૂનો જથ્થો જપ્ટ્યાત કર્યા છે. હરિયાણામાં ૪૮ લાખ રૂપિયા કૅશ તથા દારૂ અને મહારાષ્ટ્રમાં ૧૧ કરોડ રૂપિયાની કૅશ અને ૭૦ લાખ રૂપિયાનો દારૂ જપ્ટ્યાત કરવામાં આવ્યાં છે.

ચૂંટણીપંચની સર્વેલન્સ ટીમોએ મહારાષ્ટ્રમાંથી ૧૧,૩૬,૪૮,૮૮૫ રૂપિયા કૅશ અને દારૂની બૉટલો તથા પાઉચમાં દારૂનો ૭૦.૧૧ લાખ રૂપિયાની કિંમતનો બે લાખ લિટર જથ્થો જપ્ટ્યાત કર્યો હતો.

ચૂંટણીઓમાં બ્લૅક મની અને ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ નાથવા માટે ચૂંટણીપંચે ઇન્કમ-ટૅક્સ, કસ્ટમ્સ અને એક્સાઇઝ જેવા કેન્દ્રીય વિભાગો અને રાજ્ય સરકારોના અધિકારીઓની સર્વેલન્સ ટીમો, ફ્લાઇંગ સ્ક્વૉડ્સ બનાવીને આગામી ૧૫ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે એ રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણામાં ગોઠવી છે.