લૉકડાઉન દરમ્યાન રેસ્ટોરાં રસોડાં ચલાવી શકે છે અને ફૂડ ડિલિવરી પણ થશે

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Agencies

લૉકડાઉન દરમ્યાન રેસ્ટોરાં રસોડાં ચલાવી શકે છે અને ફૂડ ડિલિવરી પણ થશે

અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે રેસ્ટોરાંને કોવિદ-૧૯ લૉકડાઉન દરમ્યાન નાગરિકોને મદદરૂપ થવા માટે તેમનાં કિચન કાર્યરત રાખવા માટે જણાવ્યું છે.

રેસ્ટોરાં અને નાની ઇટરીઝે કોરોના વાઇરસના પ્રસારને અંકુશમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને પગલે તેમની રેસ્ટોરાંને તાળાં મારી દીધાં છે.

રાજ્ય સરકારે કરફ્યુ દરમ્યાન લોકો પરનું ભારણ હળવું કરવા માટે રેસ્ટોરાંને માત્ર તેમનાં કિચન ખુલ્લાં રાખવાની પરવાનગી આપી છે, એમ પવારે જણાવ્યું હતું.

રેસ્ટોરાં હોમ ડિલિવરી સર્વિસ પણ પૂરી પાડી શકે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સર્વિસ પ્રોવાઇડર્સે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે સ્વચ્છતા જાળવવી તથા પ્રોટોકોલનું અનુસરણ કરવું જરૂરી છે.

mumbai mumbai news ajit pawar coronavirus covid19