સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર શરૂ થઈ રહી છે ઇ-બાઇક સેવા

06 January, 2021 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર શરૂ થઈ રહી છે ઇ-બાઇક સેવા

ફાઇલ ફોટો

મધ્ય રેલવના મુંબઇ વિભાગના સ્ટેશનો પર ઇલેક્ટ્રિક બાઇકની સેવા શરૂ થવાની છે. ફેબ્રુઆરી મહિનાથી મધ્ય રેલવેના કુર્લા સ્ટેશનથી ઇ-બાઇક સેવા શરૂ કરવામાં આવશે. મધ્ય રેલવે અને યુલૂ મોબાઇલ એપ દ્વારા ઇ-બાઇકની વ્યવસ્થા હશે. કુર્લા સ્ટેશન પર પશ્ચિમ દિશા તરફ 80 ઇ-બાઇકની વ્યવસ્થા હશે. તેના પછી આ સેવા સીએસએમટી, ભાઇખલા, દાદર, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ, થાણે જેવા સ્ટેશન પર પણ શરૂ થઈ જશે. સ્થાનકે આ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

મધ્ય રેલવે લાઇન પર યાત્રીઓની યાત્રાને સુવિધાજનક બનાવવા માટે ઇ-બાઇકની સુવિધા આપવામાં આવી છે. કુર્લા વિસ્તારમાં પ્રવાસીઓને રિક્શા, ટેક્સી અને બસ માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ માટે કુર્લા અને બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે વિશેષ ઇ-બાઇક સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કુર્લા પછી, આ સેવા સીએસએમટી, ભાયખલા, દાદર, ઘાટકોપર, ભાંડુપ, મુલુન્ડ, થાણામાં શરૂ કરવામાં આવશે.

પ્રવાસીઓએ પોતાના ફોનમાં યુલૂ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઇ-બાઇકને અનલૉક કરવા માટે તમારે 5 રૂપિયા આપવાના રહેશે. તેમની પાસેથી પ્રવાસ માટે દર મિનિટનો દોઢ રૂપિયો લેવામાં આવશે. તમારે યુલૂ મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઇ-બાઇક અનલૉક કરવા માટે પ્રવાસીઓએ ક્યૂઆર કોડ સ્કૅન કરીને અથવા વાહનનો નંબર નોંધીને ઇ-બાઇક અનલૉક કરવાની રહેશે.

mumbai mumbai news central railway indian railways