ફરજ સૌથી મહત્ત્વની

29 June, 2020 03:31 PM IST  |  Mumbai | Shirish Vaktania

ફરજ સૌથી મહત્ત્વની

ઇન્સ્પેક્ટર મદ્યેની પહેલના ભાગરૂપે પોલીસ-ઑફિસર ઝૂંપડપટ્ટીના રહેવાસીને અનાજ આપી રહ્યા છે

રાજ્ય સરકારે કોવિડ-19નું જોખમ ઓસરી ન જાય ત્યાં સુધી ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના પોલીસ- કર્મચારીઓ માટે દરરોજ કામ પર આવવાનું ફરજિયાત ન રાખ્યું હોવા છતાં બોરીવલી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા ૫૪ વર્ષના ઇન્સ્પેક્ટર વિજય મદ્યેએ તેમની ફરજ બજાવવા ઉપરાંત કોવિડ-19માં મૃત્યુ પામેલા ૧૨ પોલીસ-કર્મચારીઓના પરિવારો સુધી દાતાઓનાં નાણાં પણ પહોંચાડ્યાં હતાં. આ ઉપરાંત તેમણે લૉકડાઉન દરમિયાન લગભગ ૫૦૦૦ જેટલા પરપ્રાંતીયોને અનાજ પૂરું પાડવામાં પણ મદદ કરી હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઇન્સ્પેક્ટર મદ્યેએ કહ્યું હતું કે ‘મને તાજેતરમાં કલ્પેશ શાહનો ફોન આવ્યો જે સાંતાક્રુઝ (વેસ્ટ)માં એસ. વી. રોડ પર જયકાલ એક્સપોર્ટ એક્સપાઇટ લિમિટેડ કંપનીના માલિક છે. શાહે મને કહ્યું કે તે પોલીસ વિભાગને ૬ લાખ રૂપિયા દાન આપવા માગે છે. મેં સ્થાનિક સંસદસભ્ય ગોપાલ શેટ્ટીની મદદ લીધી અને એ તમામ નાણાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા પોલીસ-કર્મચારીઓના પરિવારોને દાનમાં આપી દીધા. પોલીસ-પરિવારોને અન્નદાન કરવામાં ઘણી સોસાયટીઓએ પણ ફાળો આપ્યો છે અને મદદ કરી છે.’

કલ્પેશ શાહે પણ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઇન્સ્પેક્ટર મદ્યેની સહાયથી કોવિડ-19ના ચેપથી મૃત્યુ પામેલા પોલીસોના પરિવારને ડોનેશન આપ્યાની વાતનું સમર્થન કર્યું હતું.

લૉકડાઉન દરમિયાન બોરીવલી ખાતે પોલીસ-પરિવારોને મદદ કરનાર સ્વરાસંગિની મહિલા ગૃહઉદ્યાગને પણ ઇન્સ્પેક્ટર મદ્યેએ મદદ કરી હતી. સંગઠનની અધ્યક્ષ અમિતા વારંગે જણાવ્યું હતું કે ‘લૉકડાઉનમાં ઇન્સ્પેક્ટર મદ્યેએ ગાંઠના પૈસા ખર્ચીને આખી નાટકવાલા લેન પોલીસ કૉલોનીને રૅશન કિટ પ્રદાન કરવામાં મદદ કરી હતી. તેમ જ પરપ્રાંતીયોને નાસ્તા, બપોરના ભોજન અને રાત્રિભોજન આપવામાં મદદ કરી હતી.’

કોવિડના ભય વિશે પૂછતાં ઇન્સ્પેક્ટર મદ્યેએ જણાવ્યું હતું કે ‘અમારી ફરજ જ અમારો જુસ્સો છે. લોકો જ્યારે લૉકડાઉનમાં ખોરાક અને અન્ય સુવિધાઓ માટે તડપી રહ્યા હોય ત્યારે તેમની સેવા કરવી એ જ અમારી પ્રથમ ફરજ છે.’

મને હાલમાં જ સાંતાક્રુઝ (વેસ્ટ)માં આવેલી જયકાલ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક કલ્પેશ શાહનો ફોન આવ્યો જેમણે કહ્યું કે તેઓ પોલીસની સહાય માટે છ લાખ રૂપિયાનું દાન કરવા માગે છે. મેં સ્થાનિક સંસદસભ્ય ગોપાલ શેટ્ટીની મદદ લઈને આ પૈસા કોવિડ-19માં મૃત્યુ પામેલા પોલીસોના પરિવારજનોને દાન કર્યા.

- વિજય મદ્યે, બોરીવલી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ

coronavirus covid19 lockdown mumbai mumbai news mumbai police shirish vaktania