નકલી પોલીસ બનીને ગુજરાતી વૃદ્ધાને લૂંટી

28 September, 2011 06:03 PM IST  | 

નકલી પોલીસ બનીને ગુજરાતી વૃદ્ધાને લૂંટી

જોકે સ્થાનિક લોકોએ એક જણને પકડી લીધો હતો.રંજનાબહેને પોલીસને આપેલા પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સવાનવ વાગ્યે હું નજીકમાં આવેલા મંદિરમાં દર્શન કરવા માટે નીકળી હતી. હું માર્વે રોડ પર પંજાબ નૅશનલ બૅન્ક પાસે ચાલી રહી હતી ત્યારે અચાનક એક અજાણ્યો માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે સાહેબ તમને બોલાવે છે. મેં તેને કહ્યું કે કોણ સાહેબ? ત્યારે તે માણસે થોડા અંતરે ઊભા રહેલા માણસ તરફ આંગળી ચીંધી હતી અને તેઓ બોલાવી રહ્યા હોવાનું મને જણાવ્યું હતું. મને ત્યાંથી તે માણસ થોડા અંતરે ઊભેલા માણસ પાસે લઈ ગયો હતો. ત્યારે પહેલા માણસે મને કહ્યું કે ઘરેણાં ચોરી થઈ જાય છે તમને ખબર નથી. ત્યારે મેં કહ્યું કે હા, પેપરમાં વાંચ્યું તો છે. પછી બીજા માણસે મને કહ્યું કે કેમ બંગડી પહેરી છે, કાઢીને બૅગમાં મૂકી દો. તો મેં કહ્યું કે અમારા ધર્મમાં બંગડી કાઢતા નથી. ત્યાર બાદ ફરી તેણે મને ઘરેણાં બૅગમાં મૂકવાનું જણાવ્યું હતું. મેં મારી બંગડી કાઢી હતી અને બૅગમાં મૂકી હતી. તો ત્રીજા માણસે મેં જે ખાનામાં મૂકી હતી એ ખાનામાં નહીં, બીજા ખાનામાં રાખવાની વાત કરી હતી. તેઓ બૅગના બીજા ખાનામાં બંગડીઓ નાખીને જતા રહ્યા હતા. તેઓ ગયા બાદ મેં બૅગ ચેક કરી તો બંગડીઓ હાથમાં ન આવતાં મેં ચોર-ચોર બૂમો પાડી હતી ત્યારે સ્થાનિક લોકોએ એક જણને પકડી લીધો હતો. ત્યાર બાદ મલાડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ આવીને આરોપીને પકડીને લઈ ગયા હતા.’


મલાડ પોલીસ-સ્ટેશનના ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણમાં રહેતા ૩૦ વર્ષના અલી રઝા જાફરીની પોલીસે ધરપકડ કરીને છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. તે બેરોજગાર હતો. પૂછપરછ કર્યા બાદ તેની સાથે બીજા બે સાથીદારોનો આ લૂંટમાં હાથ હોવાની વાત તેણે કહી હતી. જોકે તેઓ હજી ફરાર છે. ૪૫ હજાર રૂપિયાની બંગડી રફુચક્કર થઈ ગયેલા આરોપીઓ લઈ ગયા હતા.’