શહેરમાં અત્ર-તત્ર સર્વત્ર ખાડાઓનું સામ્રજ્ય

22 December, 2011 07:57 AM IST  | 

શહેરમાં અત્ર-તત્ર સર્વત્ર ખાડાઓનું સામ્રજ્ય

 

રાહદારીઓ માટે ખાડાઓથી તેમ જ બાજુમાંથી પસાર થતાં વાહનોથી બચીને ચાલવું તેમ જ વાહનચાલકો માટે કલાકોના કલાકો ટ્રાફિક જૅમમાં ફસાયા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નથી. ચોમાસા બાદ સુધરાઈ, એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી), મહાનગર ગૅસ તથા રિલાયન્સ જેવી કંપનીઓએ જોરશોરમાં પોતાનું કામ શરૂ કર્યું છે. એમાં નવી પાઇપલાઇન બિછાવવી, જૂની સ્ટૉર્મવૉટર પાઇપલાઇનનું રિપેરિંગ કરવું તથા રોડ તેમ જ રેલવેના કામકાજનો સમાવેશ છે.