ભારે વરસાદને કારણે Swiggy Delivery Boyએ ઘોડા પર પહોંચાડ્યું ભોજન, જુઓ વીડિયો

04 July, 2022 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડેલીવરી બૉય ઘોડાપર ચડીને રોડ પરથી જઈ રહ્યો છે. અને તેણે પોતાની પાછળ ફૂડ પેકેટ્સ પણ રાખ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા. ખાવા માટે લોકો ઑનલાઈન ઑર્ડર કરી રહ્યા છે, પણ સૌથી મોટો પડકાર છે, ભારે વરસાદ દરમિયાન લોકો સુધી તેમનો ઑર્ડર ડિલીવર કરવાનો. આ પ્રશ્નનો જવાબ એક સ્વિગી ડેલીવરી બૉયે શોધી લીધો છે. ડેલીવરી બૉય ઘોડા પર ચડીને લોકોને તેમનો ઑર્ડર પહોંચાડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડેલીવરી બૉય ઘોડાપર ચડીને રોડ પરથી જઈ રહ્યો છે. અને તેણે પોતાની પાછળ ફૂડ પેકેટ્સ પણ રાખ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્વિગી ડેલીવરી બૉય ઘોડા પર ચડીને ફૂડ ડેલીવરી કરી રહ્યો છે. લોકો આ વીડિયોને જોયા પછી સંપૂર્ણ રીતે આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયાના યૂટ્યૂબ પ્લેટફૉર્મ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો 6 સેકેન્ડ્સનો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘોડા પર ચડીને ડેલીવરી કરવા જાય છે.

વાયરલ થતાં આ વીડિયોને Just a vibe નામના યૂઝરે અપલોડ કર્યો હતો. આને અત્યાર સુધી 25 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. તો આ વીડિયો પર અનેક કોમેન્ટ્સ પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અન્ય પ્લેટફૉર્મ પર પણ શૅર કરવામાં આવ્યા છે.

Mumbai mumbai news swiggy offbeat news