ખારેઘાટ કૉલોનીમાં કીચડનું સામ્રાજય

24 September, 2020 10:29 AM IST  |  Mumbai | Hemal Ashar

ખારેઘાટ કૉલોનીમાં કીચડનું સામ્રાજય

ગઈ કાલે સવારે ખારેઘાટ કૉલોની પાસે આવેલી ટેકરી ધસી પડતાં માટી ધસી પડી હતી.  

હ્યુજીસ રોડની ખારેઘાટ કૉલોનીમાં કીચડે તારાજીનું દૃશ્ય સર્જ્યું હતું. દક્ષિણ મુંબઈમાં મંગળવારે રાત્રે મુશળધાર વરસાદને કારણે કેર સર્જાયો હતો અને ગઈ કાલે પાણી પણ ભરાયું હતું.
અવિરત પડી રહેલા વરસાદને લીધે ૧૦૮ વર્ષ જૂની પારસી કૉલોનીમાં લોકો ભારે તકલીફો વચ્ચે રહી રહ્યા છે. ગઈ કાલે વહેલી સવારે ૩૦ બિલ્ડિંગોની બનેલી પારસી કૉલોનીના બિલ્ડિંગ નંબર પાંચમાં મડસ્લાઇડની ઘટના બની હતી. પારસી કૉલોની ઢોળાવ પર આવેલી છે અને પાંચ નંબરની બિલ્ડિંગ પાસેની ટેકરી ધસી પડતાં કાદવ નીચે વહી ગયો હતો, જેના કારણે ભોંયતળિયાનાં ઘરોની બારીની પૅનલો તૂટી ગઈ હતી.

ડૉક્ટર શેહનાઝ ખોદાયજી અને તેમના પુત્ર ઝાયાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે કાદવ ઘરમાં ભરાવા માંડ્યો હતો. જોકે અસરગ્રસ્ત બેડરૂમ કોઈ ઉપયોગ કરતું ન હોવાથી એ બંધ હતો, પરંતુ બારીમાંથી એટલી ઝડપે કાદવ ઘરમાં ઘૂસી રહ્યો હતો કે અમે કાંઈ વિચાર કરીએ એ પહેલાં જ દીવાલો, છત, પલંગ વગેરે પર કાદવ ફરી વળ્યો હતો.

ms hemal ashar mumbai mumbai news