Mumbai: મહિલાઓની હેન્ડબેગમાંથી મળ્યું 5 કરોડનું ડ્રગ્સ, એક ઝડપાયો

22 November, 2021 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઉપનગરીય વડાલામાં એક નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઉપનગરીય વડાલામાં એક નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી છે. તેની પાસેથી પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતની એમડી ડ્રગ અને કોકેઈન પણ મળી આવી હતી, જે તેણે મહિલાઓની હેન્ડબેગમાં રાખી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

તેણે જણાવ્યું કે “આરોપીને ચેમ્બુર-સેવરી રોડ પરથી પકડવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે “ટીપ-ઓફના આધારે ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-4એ છટકું ગોઠવ્યું અને લગભગ 40 વર્ષની વયના નાઈજિરિયન નાગરિકને સ્થળ પરથી પકડી પાડ્યો.” આરોપીએ નશીલા પદાર્થોની હેરફેર માટે અનોખી પદ્ધતિ અપનાવી હતી, તે મહિલાઓની ત્રણ હેન્ડબેગમાં માદક દ્રવ્યો લાવ્યો હતો.

તેણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ડ્રગ કોને પહોંચાડવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે “નાર્કોટિક અને નાર્કોટિક સબસ્ટન્સ (NDPS) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.” અધિકારીએ ઉમેર્યું હતું કે વધુ તપાસ ચાલુ છે.

mumbai news mumbai mumbai crime news