ડ્રગ્સ કેસની તપાસ એનસીબી નહીં, પરંતુ સીબીઆઇ કરેઃ રિયા ચક્રવર્તી

25 September, 2020 09:33 AM IST  |  Mumbai | Mumbai correspondent

ડ્રગ્સ કેસની તપાસ એનસીબી નહીં, પરંતુ સીબીઆઇ કરેઃ રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકાર ક્ષેત્રમાં નહીં હોવાનું જણાવતાં એ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ મુંબઈ વડી અદાલત સમક્ષ કરી છે. ડ્રગ્સ કેસમાં હાલ જેલવાસી રિયા અને શોવિકની જામીન અરજી વડી અદાલતમાં રજૂ કરતાં બન્નેના વકીલ સતીશ માનેશિંદેએ ડ્રગ્સ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવાનો આદેશ એનસીબીને આપવાનો અનુરોધ અદાલતને કર્યો હતો. રિયાના વકીલે કહ્યું હતું કે એનસીબી સમક્ષ તપાસ દરમ્યાન રિયાએ કોઈ પણ બૉલીવુડ સેલિબ્રિટીનાં નામો આપ્યાં નહોતાં.
રિયા અને શોવિકની જામીન અરજી પર ન્યાયમૂર્તિ સારંગ કોટવાલની સિંગલ જજ બેન્ચે કોઈ પણ આદેશ ન આપતાં એ બાબતે 28 સપ્ટેમ્બરે જવાબ ફાઇલ કરવા એનસીબીને સૂચના આપી હતી. અગાઉ ઍડ્વોકેટ સતીશ માનેશિંદેએ અદાલતને જણાવ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરતી અરજીઓના નિકાલ વેળા આદેશ આપ્યો હતો કે સુશાંતના મૃત્યુ સંબંધી બધા કેસની તપાસ સીબીઆઇ કરશે. તેથી નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ (એનડીપીએસ) ઍક્ટ હેઠળના કેસિસની પણ તપાસ કરવાની સીબીઆઇને સત્તા છે. તેથી સુશાંત કેસ સંબંધી એનડીપીએસ ઍક્ટ હેઠળના કેસિસની તપાસ એનસીબીએ સીબીઆઇને સોંપવી જોઈએ.’

mumbai mumbai news rhea chakraborty