ડ્રગ્સ કેસ: અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા, ડ્રાઈવરની અટકાયત

09 November, 2020 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ: અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા, ડ્રાઈવરની અટકાયત

અર્જુન રામપાલ

14 જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ()ના આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવારે અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal)ના ઘરે દરોડા પાડયા છે. NCBની એક ટીમે અર્જુન રામપાલના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. NCBના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અર્જુન રામપાલના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં અભિનેતા અર્જુન રામપાલનું નામ પણ ઉછળયું છે. આ પહેલા NCBએ ડ્રગ્સ ખરીદવા અને લે-વેચ કરવાના ગુનામાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડિમોટ્રિએડ્સના ભાઈ અગિસિયાલોસને ફરી એકવાર ઝડપી પાડ્યો છે. અહેવાલ છે કે,અગિસિયાલોસને કેસમાં જામીન મળી ગઈ હતી. ત્યારબાદ NCBએ તેની ફરીથી ધરપકડ કરી લીધી.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે, અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. NCB અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

mumbai mumbai news sushant singh rajput arjun rampal bollywood