રિયા ચક્વર્તીને ડ્રગ્સની સપ્લાય કરનાર પેડલરની ધરપકડ

09 December, 2020 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિયા ચક્વર્તીને ડ્રગ્સની સપ્લાય કરનાર પેડલરની ધરપકડ

ફાઈલ ફોટો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં મુંબઈના વેસ્ટર્ન સબર્બ્સથી સપ્લાયર રિગલ મહાકાલની ધરપકડ કરી છે.

એનસીબીના અધિકારીના કહેવા પ્રમાણે મહાકાલ ડ્રગ્સની સપ્લાઈ અનુજ કેશવાનીને કરતો હતો જે કૈઝાન નામના વ્યક્તિને આપતો હતો. આ કૈઝાન ડ્રગ્સને રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક અને સુશાંત સિંહ રાજપૂતને મોકલતો હતો.

સૂત્રોએ માહિતી આપતા એનસીબીના અધિકારીઓએ અન્ય એક પેડલરને ત્યાં દરોડા પાડીને રૂ.2.5 કરોડના ડ્રગ્સ રિકવર કર્યા છે, જેમાં પ્યોર માલાના ક્રિમ છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસના કહેવા પ્રમાણે, મલાના ક્રિમનું વેચાણ પ્રતિ 10 ગ્રામ રૂ.4000ના ભાવે થાય છે. જોકે વૈશ્વિક સ્તરે આનો ભાવ બહુ છે.

એક અઠવાડિયા પહેલા સ્પેશ્યિલ એનડીપીસીએસ કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને જામિન આપ્યા હતા. જામિન મળતા શોવિક તલોજા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. લગભગ 3 મહિનાથી વધુ સમય પછી આ કેસમાં શૌવિક ચક્રવર્તીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંતને પહેલા જ જામીન પર મુક્ત કરી દેવાયા છે. એનસીબી દ્વારા રિયા અને શૌવિક પર આરોપ મૂકાયો છે કે તે ડ્રગ્સના વેચાણ અને ખરીદીમાં સામેલ છે, તેનો ઉપયોગ કરે છે અને તેમાં સામેલ છે.

rhea chakraborty sushant singh rajput anti-narcotics cell