આર્યન ખાનનુ વચન- ગરીબોને મદદ કરીશ અને મારા પર ગર્વ થાય તેવું કામ કરીશ, જાણો વધુ

17 October, 2021 06:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું.

આર્યન ખાન

બૉલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન(Aryan khan)હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. NCB લૉકઅપમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આર્યને ખોટો રસ્તો છોડી સારુ કામ કરવાનું કહ્યું હતું.

આર્યન ખાને એનસીબીના અધિકારીઓને કાઉન્સેલિંગ દરમિયાન ખાતરી આપી હતી કે તેઓ ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં તેમનું નામ કલંકિત થાય તેવુ કોઈ કામ કરશે નહીં. આ ઉપરાંત આર્યને કહ્યું હતું કે તે એવું કામ કરશે કે એખ દિવસ તેમના ગર્વ થશે. 

2 ઓક્ટોબરના રોજ મુંબઈ કિનારે ક્રુઝ શિપમાંથી ડ્રગ જપ્ત કર્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આર્યન (23) હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને સામાજિક કાર્યકરો સહિતના અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તે જેલમાંથી બહાર નિકળ્યા બાદ ગરીબો અને આર્થિક રીતે નબળાં દલિત વર્ગ માટે કામ કરશે. 

એનસીબી અધિકારીએ જણાવ્યું કે આર્યને કહ્યું હતું કે `હું એવું કંઈક કરીશ જેનાથી તમને મારા પર ગર્વ થાય.`

ધરપકડ બાદ આર્યન અને NCB દ્વારા ધરપકડ કરાયેલી બે મહિલાઓ સહિત અન્ય સાત આરોપીઓ સાથે કાઉન્સેલિંગ સત્ર થયું છે.

નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટના કેસો માટેની વિશેષ કોર્ટ 20 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પર આદેશ આપશે.

aryan khan mumbai mumbai news arthur road jail