ડ્રગ્સ કેસ: NCBએ અર્જુન રામપાલને 11 નવેમ્બરે હાજર રહેવા સમન્સ મોકલાવ્યા

09 November, 2020 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ: NCBએ અર્જુન રામપાલને 11 નવેમ્બરે હાજર રહેવા સમન્સ મોકલાવ્યા

અર્જુન રામપાલ

14 જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવારે બપોરે અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal)ના ઘરે દરોડા પાડયા હતા. ત્યારબાદ એનસીબીએ અભિનેતાને 11 નવેમ્બર માટે સમન્સ મોકલાવ્યું છે.

અર્જુન રામપાલના ઘરે દરોડા પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે અને 11 નવેમ્બરે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે એનસીબી સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે, અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. એનસીબી અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અગિસિયાલોસની ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની પણ ધરપકડ કરી હતી. આ પહેલા રવિવારે એનસીબીએ ફિલ્મ પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે દરોડા પાડીને તેમની પત્ની શબાના સઈદની ધરપકડ કરી હતી. તેમના ઘરેથી દસ ગ્રામ ગાંજો મળી આવ્યા બાદ તેમના ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા અને બે સાક્ષીઓની હાજરીમાં પત્ની શબાનાની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai mumbai news mumbai police arjun rampal