તમે જો નશામાં ડ્રાઇવ કરતા પકડાઈ ગયા તો બારઓનરને પણ દંડ

26 December, 2011 04:57 AM IST  | 

તમે જો નશામાં ડ્રાઇવ કરતા પકડાઈ ગયા તો બારઓનરને પણ દંડ

 

મુંબઈની ટ્રાફિકપોલીસે કાયદો જાહેર કર્યો છે કે જો કોઈ નશાની હાલતમાં ડ્રાઇવ કરતાં ઝડપાશે તો તેને તો દંડ થશે જ; તેની સાથોસાથ તેણે જ્યાં પાર્ટી કરી હતી એ બાર, પબ કે ક્લબના ઓનરને પણ દંડ કરવામાં આવશે. પોલીસે તમામ બારઓનર્સને જાણ કરી દીધી હતી કે તેમણે તેમને ત્યાં પીવા આવતા લોકોને ડ્રાઇવ કરતા અટકાવવા પડશે. જોકે બારમાલિકો આ નિયમનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નશાની હાલતમાં ડ્રાઇવ ન કરવા કોઈને સમજાવી જરૂર શકાય, પરંતુ તેને હાથ પકડીને અટકાવી શકાય નહીં.