વિના પરમિટ દારૂ વેચતા અને પીતા પકડાશો તો આવી બનશે

26 December, 2011 05:08 AM IST  | 

વિના પરમિટ દારૂ વેચતા અને પીતા પકડાશો તો આવી બનશે

 

ટ્રાફિક-પોલીસ વિભાગે દારૂ પીને ડ્રાઇવ કરનારા લોકોએ જે બારમાં દારૂ પીધો હશે એના માલિકો સામે પણ પગલાં લેવામાં આવશે એવી જાહેરાત કરી છે ત્યારે ગઈ કાલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પણ બારમાલિકોને બાર માટેની પરમિટ વગર દારૂ ન વેચવા તથા દારૂ પીવા માટેની પરમિટ ન ધરાવતા લોકોને દારૂ ન વેચવાનો આદેશ આપ્યો છે.

એક્સાઇઝ સુપરિન્ટેન્ડન્ટ એન. એમ. મૂડીરાજે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાયદા પ્રમાણે ૨૫ વર્ષથી નાની ઉંમરના લોકો દારૂ નથી પી શકતા. ત્યાર બાદ પણ લોકો પરમિટ નથી મેળવતા અને બેદરકારી દાખવે છે. દારૂ પીવા માટે મેળવવી પડતી પરમિટ માત્ર પાંચ રૂપિયામાં અને સાવ સહેલાઈથી મળી જાય છે એમ છતાં લોકો બેપરવા રહે છે. આવું થતું અટકાવવા અમે કડક પગલાં લેવાનો નર્ણિય કર્યો છે.’

તેમણે કહ્યું હતું કે અમે ૩૧ ડિસેમ્બરે જુદા-જુદા બારમાં સરપ્રાઇઝ વિઝિટ કરીશું અને જે લોકો પરમિટ વિના દારૂ પીતાં પકડાશે તેમની સામે કડક પગલાં લઈશું.