પૉલિટિકલ સંબંધ સાથે વ્યક્તિગત સંબંધ પણ ખતમ થઈ ગયો? : સુષમા સ્વરાજ

09 October, 2014 05:15 AM IST  | 

પૉલિટિકલ સંબંધ સાથે વ્યક્તિગત સંબંધ પણ ખતમ થઈ ગયો? : સુષમા સ્વરાજ




શિવસેના અને BJP ચ્ચે પ્રચારયુદ્ધમાં સૉલિડ જીભાજોડી થઈ રહી છે. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તુળજાપુરની રૅલીમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મહારાષ્ટ્રનો ગઢ જીતવા મેદાને પડેલી BJPના સિનિયર નેતાઓ અને કેન્દ્રના મિનિસ્ટરોની ટીમને અફઝલ ખાનની ફોજ સાથે સરખાવતાં BJPના કેટલાક નેતાઓને ઉદ્ધવ ઠાકરેનું તીર સીધું જ દિલમાં વાગ્યું છે.

ગઈ કાલે સાંગલીમાં રૅલી દરમ્યાન ફૉરેન મિનિસ્ટર સુષમા સ્વરાજે ઉદ્ધવ ઠાકરેની આવી ટીકાથી વ્યથિત થઈને નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે ‘યુતિ તૂટવાથી આપણો પૉલિટિકલ સંબંધ ખતમ થયો છે, વ્યક્તિગત સંબંધ થોડો ખતમ થાય? આટલી કડવાશ શા માટે? નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ પ્રત્યે આદર રાખીને શિવસેના વિરુદ્ધ કંઈ ન બોલવાનું નક્કી કર્યું છે તેથી શિવસેના પણ સંયમ રાખશે એવી અપેક્ષા હતી, પરંતુ BJPની ટીમની અફઝલ ખાનની ફોજ સાથે સરખામણી અયોગ્ય છે. અમે માતોશ્રીનો આદર કરીએ છીએ, પરંતુ ઉદ્ધવે મર્યાદા ન તોડવી જોઈએ.’