વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર શરૂ થશે ડબલડેકર

14 August, 2020 10:53 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર શરૂ થશે ડબલડેકર

(ફાઇલ ફોટો)

બેસ્ટ ઉપક્રમે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેટલાક રૂટ્સ પર ડબલડેકર બસ વ્યવહાર મર્યાદિત અંતર માટે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મિશન બિગિન અગેઇનના ભાગરૂપે ૪૪૦- નંબરની બસ ડબલડેકર રૂપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિંડોશી ડેપો અને કલાનગર વચ્ચે તેમ જ વિલે પાર્લેના હનુમાન રોડ અને બોરીવલી રેલવે-સ્ટેશન વચ્ચે બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના રોગચાળો ફેલાતાં પહેલાં ડબલડેકર બસમાં 88 મુસાફરોનો સમાવેશ કરી શકાતો હતો, પરંતુ હાલના સંજોગોમાં ફક્ત પચાસ મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે. બેસ્ટ અન્ડરટેકિંગે ૨૯ જુલાઈથી મુંબઈનો સૌથી લાંબો બસ રૂટ ૧૨૪ (કોલાબાથી વરલી) દોડાવવાનું શરૂ કર્યું હતું. એ ઉપરાંત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુલુંડના રૂટ માટે સી-૨૪ નંબરની બસ દોડાવવાનું શરૂ કર્યું હતું. ૧૯૩૭માં શરૂ કરવામાં આવેલા બેસ્ટ અન્ડરટેકિંગના ૩૫૦૦ બસોના કાફલામાં હાલમાં ૧૦૦ ડબલડેકર બસો છે.

mumbai mumbai news western express highway rajendra aklekar