થાણેના કચ્છી વેપારીની ફૅમિલીમાં ડબલ ટ્રૅજેડી

20 July, 2020 08:48 AM IST  |  Mumbai | Mumbai correspondent

થાણેના કચ્છી વેપારીની ફૅમિલીમાં ડબલ ટ્રૅજેડી

જીવનભાઈ લક્ષ્મીચંદ ગજરા

થાણે જિલ્લા હોલસેલ વેપારી વેલ્ફેર સંઘના વાઇસ પ્રેસિડન્ટ અને અનાજ-કરિયાણાના કચ્છી વેપારીનું શનિવારે મોડી રાતે તેમના વતનમાં મૃત્યુ થયું હતું. ૮ દિવસ પહેલાં જ તેમની માતાનું કોવિડને કારણે મૃત્યુ થયું હતું. વૃદ્ધ માતા બીમાર હોવાથી વેપારી તેમના ખબરઅંતર પૂછવા ગયા અને ત્યાર બાદ તેમની તબિયત પણ ખરાબ થઈ હતી અને સારવાર દરમ્યાન જ તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ૮ દિવસમાં એક જ ઘરમાં બે વ્યક્તિનાં મૃત્યુની આ ડબલ ટ્રૅજેડીથી થાણે વેપારી સંઘ તથા કચ્છી સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે.
થાણેમાં ગજરા ટ્રેડિંગના નામે અનાજ-કરિયાણની હોલસેલની દુકાન ધરાવતા ૬૩ વર્ષના જીવનભાઈ લક્ષ્મીચંદ ગજરા તેમના કચ્છના અબડાસા તાલુકામાં આવેલા દમામપરા ગામમાં થોડા સમય પહેલાં ગયા હતા. તેમની માતા લક્ષ્મીબાઈની તબિયત સારી ન હોવાથી તેઓ વતન ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ આજથી ૮ દિવસ પહેલાં માતાનું કોવિડને કારણે મૃત્યુ થયું હતું. પરિવાર હજી આ દુખદ ઘટનામાંથી બહાર આવે એ પહેલાં જીવણભાઈની તબિયત બગડી હતી. ભુજની સરકારી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન શનિવારે મોડી રાતે તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ કોવિડને કાણે કે બીજી કોઈ બીમારીને લીધે થયું છે એ તો તેમનો ટેસ્ટ-રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
માતા-પુત્રનાં મૃત્યુની આ કમનસીબ ઘટનાથી કહી શકાય છે કે મુંબઈ-થાણે જેવા મહાનગરમાં કોરોનાના વધતા જતા કેસથી લોકો વતન જઈ રહ્યા છે, પરંતુ નાના શહેરમાં સારવારની સુવિધા સારી ન હોવાથી જો કોઈની તબિયત બગડે તો તેની બચવાની શક્યતા ઘટી જાય છે.
થાણે જિલ્લા હોલસેલ વેપારી વેલ્ફેર સંઘના પ્રેસિડન્ટ સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવનભાઈ ગજરા સાત વર્ષથી વાઇસ પ્રેસિડન્ટ હતા. કાયમ હસતા રહેતા જીવનભાઈ સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. પહેલાં તેમનું રીટેલનું કામકાજ હતું. ત્યાર બાદ વ્યવસાય વધતાં તેમણે હોલસેલનું કામકાજ શરૂ કર્યું હતું. તેમના મૃત્યુના સમાચાર આવ્યા બાદ

mumbai mumbai news thane coronavirus covid19