`અમને નથી ખબર.. ક્યાં છે અનિલ દેશમુખ?`

03 August, 2021 02:23 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે અમે અનિલ દેશમુખનો કોઈપણ રીતે સંપર્ક કરવા સક્ષમ નથી, અમને ખબર નથી કે તે ક્યાં છે.

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ચાર વખત સમન્સ પાઠવવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા ન હતા. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે અમે અનિલ દેશમુખનો કોઈપણ રીતે સંપર્ક કરવા સક્ષમ નથી, અમને ખબર નથી કે તે ક્યાં છે. અમે હવે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે આજના આદેશ બાદ તે તપાસમાં અમને સહકાર આપશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને તેમના પુત્રને કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે અનિલ દેશમુખ અને તેમના પુત્રને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેમાંથી બંને ED સમક્ષ હાજર થયા ન હતા. તેમના સ્થાને તેમના વકીલ ઈન્દ્રપાલ સિંહ ઈડી ઓફિસ પહોંચ્યા અને દેશમુખ સમક્ષ હાજર થવામાં અસમર્થતા વ્યક્ત કરી.ઋષિકેશ દેશમુખને પણ સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ પણ ED ઓફિસ પહોંચ્યા ન હતા. જણાવી દઈએ કે આ પહેલા પણ દેશમુખે કોરોના મહામારી અને વધતી જતી ઉંમરને ટાંકીને ઈડી સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું. 

તેમના વકીલે મોકલેલા પત્રમાં અનિલ દેશમુખે જણાવ્યું હતું કે તેમની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ પત્રમાં અનિલ દેશમુખે લખ્યું છે કે 30 જુલાઈએ સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટની તારીખ આપતાં જ ED એ સોમવાર માટે સમન્સ જારી કર્યું છે.આ પહેલા પણ તેમની પત્ની અને પુત્રને પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ સુનાવણી માટે એક વખત પણ ઇડી સમક્ષ હાજર થયા ન હતા.

ઉલ્લેખનીય છે કે 100 કરોડ રિકવરી મામલે અનિલ દેશમુખ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડી દ્વારાચાર વખત સમન્સ પાઠવ્યું હોવા છતાં પણ તેઓ એક વાર પણ ઈડી સમક્ષ હાજર થયા નથી. 

national news maharashtra