છઠ્ઠી ડિસેમ્બરે ચૈત્ય ભૂમિ પર ભીડ કરશો નહીં, બીએમસીની અપીલ

05 December, 2020 10:56 AM IST  |  Mumbai | Agencies

છઠ્ઠી ડિસેમ્બરે ચૈત્ય ભૂમિ પર ભીડ કરશો નહીં, બીએમસીની અપીલ

ડો બાબાસાહેબ આંબડેકરની પૂણ્યતીથી નિમિત્તે શિવાજી પાર્કમાં ચાલી રહેલી તૈયારીઓ. તસવીર :સઈદ સમીર અબેદી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છઠ્ઠી ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે દાદરસ્થિત ચૈત્ય ભૂમિ ખાતે ટોળે ન વળવાની શુક્રવારે અપીલ કરી હતી.
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કોરોના વાઇરસ સામે તકેદારીના પગલારૂપે અને સંક્રમણના બીજા વેવની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમનાં ઘરોમાં રહીને જ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પવા અનુરોધ કર્યો હતો.
સોશ્યલ ડિસ્ટન્સિંગ, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો એ નવા નિયમો બની ચૂક્યા છે. આપણે ભીડ ન થવા દેવી જોઈએ, કારણ કે જોખમ હજી ગયું નથી એમ ચહલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ‘દર વર્ષે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લાખો અનુયાયીઓ રાજ્યમાંથી ચૈત્ય ભૂમિની મુલાકાત લે છે. છઠ્ઠી ડિસેમ્બરે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પવા માટે હેલિકૉપ્ટરમાંથી ચૈત્ય ભૂમિ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.’ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ‘ચૈત્ય ભૂમિ ખાતેના કાર્યક્રમના દૂરદર્શન, ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર પર લાઇવ ટેલિકાસ્ટ માટેની ગોઠવણ કરવામાં આવી છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation