"બાળાસાહેબના સ્મારક માટે કાયદાને પણ ગણકારીશું નહીં"

26 November, 2012 03:25 AM IST  | 

"બાળાસાહેબના સ્મારક માટે કાયદાને પણ ગણકારીશું નહીં"


શિવાજી પાર્ક પર શિવસેનાના ચીફ બાળ ઠાકરેએ તેમના લાખો શિવસૈનિકોને દશેરા રૅલીમાં સંબોધ્યા હતા ત્યાં જ તેમનું સ્મારક બનાવવામાં આવે એવી માગણી શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશી એ સૌપ્રથમ કરી હતી. જોકે આ બાબતે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું છે કે કાયદાનો ભંગ કરીને કશું કરવામાં નહીં આવે. એના પ્રતિભાવમાં ગઈ કાલે મનોહગર જોશીએ કહ્યું હતું કે બાળાસાહેબનું સ્મારક બનાવવામાં જો વચ્ચે કાયદો આવશે તો અમે એને ગણકારીશું નહીં.

બાળ ઠાકરેનું સ્મારક મેયરના બંગલામાં


શિવાજી પાર્ક પર બાળ ઠાકરેનું સ્મારક બનાવી જ ન શકાય એમ રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું એના અનુસંધાનમાં મુંબઈ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ રાહુલ શેવાળેએ કહ્યું હતું કે ‘બાળ ઠાકર જેવા મહાન નેતાનું  સ્મારક અતિશય કલાત્મક અને ભવ્ય હોવું જોઈએ. એટલે તેમના સ્મારક માટે અમે શિવાજી પાર્કની એકદમ નજીક આવેલા મેયરના બંગલા પર એની પસંદગી ઉતારી છે. મેયરનો બંગલો મોકાની જગ્યાએ આવ્યો છે. ઉપરાંત એ ભવ્ય અને વિશાળ છે એટલે અમારી કલ્પના મુજબનું સ્મારક અહીં બહુ સારી રીતે બની શકશે. આ સ્મારક બનાવવા વર્લ્ડ હેરિટેજ કમિટી અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની પરવાનગી લેવાની પણ જરૂર નહીં પડે. આવતા અઠવાડિયે આ બાબતે જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.’