ડોંગરી પોલીસે પકડ્યું ૧૨.૫૦ કરોડનું ડ્રગ્સ

22 February, 2021 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોંગરી પોલીસે પકડ્યું ૧૨.૫૦ કરોડનું ડ્રગ્સ

પ્રતીકાત્મક તસવીર

ડોંગરી પોલીસે ગુરુવારે એક ડ્રગ-પેડલર ઇસાક હુસેનને ઝડપીને તેની પાસેથી ૧૨ ગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યું હતું. ત્યાર બાદ મળેલી માહિતીના આધારે સતત ૪૮ કલાક સુધી તપાસનાં ચક્રો ગતિમાન કરીને મોટા ડ્રગ-રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. એમાં ૧૨.૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ સાંતાક્રુઝથી જપ્ત કર્યું હતું અને ૩ જણની આ કેસમાં ધરપકડ કરી હતી.

બૉલીવુડના ઍક્ટર સુશાંત સિહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ વખતે ડ્રગ-ઍન્ગલ બહાર આવતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા અનેક નાના-મોટા ડ્રગ-પેડલર પકડાયા હતા. એમાં ડોંગરીમાથી આસિફ ભુજવાલા પણ પકડાયો હતો અને ત્યાંથી ડ્રગની ફૅક્ટરી પણ પકડાઈ હતી. ત્યાર બાદ ડોંગરી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. 

પોલીસને શંકા છે કે આ ટોળકી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ડ્રગ સપ્લાય કરતી મોટી ટોળકી સાથે સંકળાયેલી હોઈ શકે. ડોંગરી પોલીસે તમામ આરોપીઓ સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

mumbai mumbai news dongri mumbai police