બ્રેવહાર્ટ ફાઇટર

05 December, 2012 04:38 AM IST  | 

બ્રેવહાર્ટ ફાઇટર




(બકુલેશ ત્રિવેદી)

મુંબઈ, તા. ૫

ડોમ્બિવલી (ઈસ્ટ)ના નવનીતનગરમાં રહેતા ૧૯ વર્ષના કચ્છી યુવાન સંતોષ વીંછીવોરાની સોમવારે રાતે સાવ નજીવા ઝઘડામાં પાંચ ટીનેજરોએ તેના જ બિલ્ડિંગ કૉમ્પ્લેક્સમાં ચાકુ હુલાવીને હત્યા કરી હતી. જેણે સંતોષને ચાકુ હુલાવી દીધું હતું તે ટીનેજર માત્ર ૧૬ વર્ષનો છે. સંતોષ કૉમ્પ્લેક્સની જ એક છોકરી સાથે સોમવારે રાત્રે ૯.૨૦ વાગ્યે ઘરે જઈ રહ્યો હતો ત્યારે નાકા પર બેસેલા અને લુખ્ખાગીરી કરતા પાંચ ટીનેજરોએ છોકરીનો નંબર માગ્યો હતો. ત્યારે તેમની વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું અને પાંચ ટીનેજરોએ તેને ખૂબ માર માર્યો હતો અને છેવટે તેમનામાંના એકે તેની છાતીમાં ચાકુના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. કૅામ્પ્લેક્સના જ એક ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કરતાં તે પણ ઝપાઝપીમાં જખ્મી થયા હતા. સંતોષને તરત જ  સારવાર માટે નજીકની હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ દાખલ કરતાં પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. ડોમ્બિવલીના માનપાડા પોલીસે આ બાબતે રાતભર કાર્યવાહી કરીને આખરે સવારે ચાર વાગ્યા સુધી ૩ અને સવારે સાડાછ વાગ્યા સુધી અન્ય બે ટીનેજરોને પકડી પાડ્યા હતા. 

મૂળ કચ્છના કોટડા રોહા ગામનો કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનો સંતોષ વીંછીવોરા ડોમ્બિવલી (ઈસ્ટ)ના નાંદિવલી રોડ પર આવેલા દેસલેપાડાનાં નવ બિલ્ડિંગના કૉમ્પ્લેક્સ નવનીતનગરમાં રહેતો હતો. તેના પિતા વિનોદભાઈનું ગયા વર્ષે‍ માર્ચ મહિનાની ૬ તારીખે નિધન થયું હતું, જ્યારે તેની મમ્મી વિમલાબહેનને કૅન્સર છે. તેની નાની બહેન તન્વી દસમીમાં અને નાનો ભાઈ કાર્તિક પાંચમીમાં ભણે છે. તે બન્ને માટુંગામાં જ્ઞાતિની બોર્ડિંગમાં રહીને ભણે છે. સંતોષ પરિવારમાં એક જ કમાનાર હતો. તે મુલુંડની માર્બલ ગ્રેનાઇટ પૉઇન્ટ દુકાનમાં જૉબ કરતો હતો. તેના મૃત્યુના પગલે આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટના શું બની?

આ ઘટના કઈ રીતે બની એ વિશે જણાવતાં નવનીતનગરમાં જ રહેતી અને સંતોષ સાથે ફ્રેન્ડશિપ ધરાવતી દર્શના (નામ બદલ્યું છે)એ કહ્યું હતું કે ‘અમારા કૉમ્પ્લેક્સ અને લોઢા હેરિટેજ માટે સ્ટેશનથી પ્રાઇવેટ બસ મળે છે. હું અને સંતોષ એમાંથી ૯.૨૦ વાગ્યે ઊતયાર઼્ હતાં. અમે બન્ને એક જ કૉમ્પ્લેક્સમાં રહેતાં હોવાથી અમારી વચ્ચે ફ્રેન્ડશિપ છે. અમે નવનીતનગર આવી રહ્યાં હતાં ત્યારે નાકા પર એ છોકરાઓ બેઠા હતા. લોઢા હેરિટેજમાં રહેતા એ છોકરાઓ હંમેશાં ત્યાં બેસતા હોય છે અને ટપોરીગીરી કરતા હોય છે. જ્યારે એક છોકરાએ મારો નંબર માગ્યો ત્યારે સંતોષે એ માટે ઍાબ્જેક્શન લીધું હતું અને તેને મરાઠીમાં પૂછuું હતું કે ‘કાય રે મિત્રા કાય ઝાલા? કશ્ાાલા નંબર માંગતો?’ એ લોકો તો ટપોરી છે એટલે મેં સંતોષને કહ્યું હતું કે જવા દે આ લોકોને, તું મારી સાથે ચાલ. પણ સંતોષે કહ્યું, કશું નહીં થાય. મેં કહ્યું કે તું સમજ, પણ તેણે મને કહ્યું કે તું જા, હું જોઉં છું આ લોકોને. એટલે હું થોડી આગળ વધીને કૉમ્પ્લેક્સ પાસે પહોંચવાની તૈયારીમાં હતી. મને એમ કે તેમની વચ્ચે થોડીઘણી જીભાજોડી થશે, પણ એ લોકોએ તો સંતોષને મારવાનું જ ચાલુ કરી દીધું. એ લોકો પાંચ જણ હતા અને સંતોષ એકલો હતો એમ છતાં તેણે તેમનો સામનો કર્યો હતો, પણ તે એકવડિયા શરીરનો હતો. એટલે એ લોકો તેના પર હાવી થઈ ગયા હતા. તેઓ તેને મારી રહ્યા હતા અને તેને મારતાં-મારતાં તેઓ અમારા કમ્પાઉન્ડમાં આવી ગયા હતા. આ ફાઇટ જોઈને હું ડરી ગઈ હતી અટલે મંે મદદ માટે બૂમો પાડવા માંડી હતી, પણ એ વખતે કમ્પાઉન્ડમાં બધા દૂર હતા. કદાચ લોકોએ સંતોષને ઓળખ્યો નહતો એટલે તેમને આવતાં વાર લાગી હતી. એ પછી એમાંથી બે જણે તેના હાથ પકડ્યા હતા અને એક જણે તેની છાતીમાં ચાકુના વાર કર્યા હતા જેને કારણે તે ત્યાંજ વાંકો વળી ગયો હતો. એ લોકોને મારતાં જોઈ અમારા કૉમ્પ્લેક્સના લોકો ત્યાર બાદ દોડ્યા હતા અને એક અંકલ તેમની વચ્ચે પડ્યા હતા તો તેમને પણ એ લોકોએ ચાકુ મારવાની ટ્રાય કરી એ લોકો ભાગી ગયા હતા. એટલામાં બહારથી કૉમ્પ્લેક્સમાં એક રિક્ષા આવી. એમાં જ સંતોષને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ તે હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.’

 આ ઘટનાની જાણ માનપાડા પોલીસને થતાં જ પોલીસે તપાસ ચાલુ કરી દીધી હતી. એ વિશે જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘અમને મર્ડરની જાણ થતાં તરત જ અમે સ્પૉટ પર ગયા હતા અને તપાસ ચાલુ કરી હતી. સંતોષની સાથે એ વખતે હાજર દર્શનાની અમે પૂછપરછ કરી હતી. તેણે કહ્યું હતું કે એ છોકરાઓ લોઢા કૉમ્પ્લેક્સના છે. તેણે અમને એ છોકરાઓનું વર્ણન આપ્યું હતું એટલે અમે તરત જ કૉમ્બિંગ ઑપરેશન ચાલુ કર્યું હતું. કેટલાક છોકરાઓને અમે પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા ત્યારે દર્શનાએ કહ્યું હતું કે આ છોકરાઓ તે નથી, પણ એ લોકોના ગ્રુપના છે. એટલે અમે તેમની પૂછપરછ ચાલુ કરી. આખરે સવારના ૪ વાગ્યા સુધીમાં ૩ છોકરાઓને પકડી લીધા હતા અને એ પછી સાડાછ વાગ્યા સુધીમાં બીજા બે છોકરાઓ પણ હાથમાં આવ્યા હતા. એમાંથી જે છોકરાએ ચાકુ માયુંર્ હતું તે માત્ર ૧૬ વર્ષનો છે અને તેના બીજા ત્રણ સાગરીતો પણ સગીર વયના છે, જ્યારે એક આરોપી પંકજ સુજય પાલ ૧૮ વર્ષનો છે. દર્શનાએ તેમને ઓળખી કાઢતાં અમે વહેલી સવારે તેમને તાબામાં લીધા હતા અને તેમની પૂછપરછ શરૂ કરીને ગઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે તેમની ધરપકડ કરી હતી. તેમને આજે ર્કોટમાં રજૂ કરીશું.’

સંતોષના મૃતદેહનું કલ્યાણની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે બપારે ૧ વાગ્યે તેની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં ડોમ્બિવલીના કચ્છી સમાજના અંદાજે ૨૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. ડોમ્બિવલી (ઈસ્ટ)ની સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

 અફસોસ કે અમે તેને ન બચાવી શક્યા

સંતોષને બચાવવાનો પ્રયાસ કરનારા અને નવનીતનગરમાં રહેતા જયંતી પ્રેમજી ગડાએ ‘મિડ-ડે’ને ક?ાું હતું કે ‘અમે કમ્પાઉન્ડમાં થોડે દૂર હતા અને છોકરાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. અમને ખબર નહોતી કે તેઓ સંતોષને મારી રહ્યા છે. એમ છતાં હું ત્યાં તેમને છોડાવવા ગયો હતો. મને લાગ્યું કે એક છોકરો ફાઇટ મારી રહ્યો છે, પણ મેં જોયું કે તે ચાકુ મારી રહ્યો હતો. એટલે મેં તેનો ચાકુવાળો હાથ પકડી લીધો હતો તો તેણે હાથ છોડાવી મારા પર પણ હુમલો કર્યો હતો. જોકે મેં બચાવ માટે વચ્ચે હાથ નાખી દેતાં એ ઘા ચૂકી ગયો હતો અને મને કોણી પર ચાકુ વાગ્યું હતું. બૂમાબૂમ અને લોકોને ભેગા થતા જોઈ તેઓ નાસી છૂટuા હતા. જે છોકરો બેવડ વળી ગયો હતો તેને સીધો કર્યો ત્યાર ખબર પડી કે તે અમારા કૉમ્પ્લેક્સના વિનોદભાઈનો સંતોષ છે. તરત જ અમે તેને નજીકની આરોગ્ય હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તે બચી શક્યો નહીં. મને લાગ્યું હતું કે તેને કદાચ ૧૦ -૧૫ ટાંકા આવશે, પછી સાજો થઈ જશે. પરંતુ જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે તેનું મૃત્યુ થયું છે ત્યારે અફસોસ થયો કે તેને હું બચાવી ન શક્યો.’